લખનઉ:મયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે એવું કોઈ કામ કર્યું નથી, જેનાથી કામદારોની સ્થિતિ સુધરે. આ જ કારણ છે કે, કામદારોને પોતાનું ગામ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. જોથી શ્રમિકોના નામ પર કોંગ્રેસ આંસુઓ ન વહાવે, એ જ સારું છે. માયાવતીએ રાહુલ ગાંધીના શ્રમિકો સાથેની મુલાકાતના વીડિયો પર પણ સવાલ કર્યાં હતાં.
બસપા અધ્યક્ષે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના લોકડાઉનને કારણે આજે દેશભરમાં કરોડો પરપ્રાંતિયોની દુર્દશા માટે કોંગ્રેસ વાસ્તવિક ગુનેગાર છે. જો આઝાદી પછી લાંબા સમય સુધી શાસન કર્યાં બાદ પણ કોઈ કામ કર્યું છે. જો કોંગ્રેસે ગામડામાં લોકોની આજીવિકાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત, તો અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની જરૂર ન પડી હોત.
માયવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના રાહુલના વીડિયો પર સવાલો ઉઠાવ્યાં છે, જેમાં રાહુલ શ્રમિકો સાથે મુલાકાત કરી રહ્યાં છે. માયાવતીએ કહ્યું કે, જે રીતે હાલમાં કોંગ્રેસના નેતા દ્વારા લોકડાઉનમાં શ્રમિકોની દુર્ઘટનાનો વીડિયો બતાવવામાં આવ્યો છે. એ સહાનુભૂતિ ઓછી નાટક વધુ લાગે છે. કોંગ્રેસ નેતાની મુલાકાત કરતા લોકોને ખરા અર્થમાં મદદ મળી હોત તો સારું થાત.
માયાવતીએ કહ્યું કે, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોંગ્રેસના પગલે કામ ન કરવું જોઈએ. વર્તમાન સરકારોએ ગામડામાં કે શહેરોમાં લોકો પોતાની જાતે જ આજીવિકા ઉભી કરે એવી યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. જેથી મજૂરો આત્મનિર્ભર બની શકે. જો આવું થયું તો આ કામદારોને ક્યારેય આવી દુર્ઘટનાનો સામનો કરવો નહીં પડે.