માયાવતીએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં પોતાના પક્ષના લોકો અને અન્ય લોકો જેમણે મને મારા જન્મ દિવસની જે રીતે ઉજવણી કરી રહ્યાં છે, તેમનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.
માયાવતીએ ભાજપા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
માયાવતીએ કહ્યું કે, દેશની પ્રજાએ આવા ખરાબ દિવસો કોંગ્રેસની સરકારમાં પણ જોયા છે, ત્યારબાદ લોકોએ કોંગ્રેસને સત્તાથી દૂર કરી હતી. ભાજપની કેન્દ્ર સરકારે જનકલ્યાણની બાબતોને અભરખે ચઢાવી દીધી છે. આજે દેશમાં અરાજકતાનો માહોલ છે. માયાવતીએ વિશેષ વર્ગના લોકો અંગે વાત કરી હતી. કેન્દ્રની ખોટી કાર્યશૈલીના કારણે સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા ખરાબ છે. આ માટે દેશ બદનામ થઈ રહ્યો છે.
પહેલાં કોંગ્રેસની સરકારોમાં ખૂબ હિંસા થઈ છે. જેમાં ઘણું નુકશાન થયુ હતું. હાલ ભાજપની સરકારમાં ગરીબી, બેરોજગારી બે ઘણી વધારે છે. જેના કારણે દેશની પ્રજા હેરાન થઈ રહી છે. દેશના નાગરિકોએ કોંગ્રેસને સત્તાથી બહાર કરી હતી. જો ભાજપ પણ કોંગ્રેસની રીત મુજબ કાર્ય કરશે તો દેશની પ્રજાએ તેમને એક બાદ એક રાજ્યની સત્તામાંથી દૂર કરશે.
માયાવતીનું CAA પર નિવેદન
CAA ગેરબંધારણીય છે. આ દેશ ધર્મનિરપેક્ષ છે. આ કાયદા સાથે હું સહમત નથી. કેન્દ્ર સરકારને વિનંતી છે કે, આ કાયદો પરત લેવામાં આવે. ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે. માયાવતીએ યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પોલીસ વ્યવસ્થામાં સરકાર ગમે તેવો ફેરફાર કરે, કોઈ ફાયદો નથી. કાયદો વ્યવસ્થા યોગ્ય નથી. યુપીમાં જંગલરાજ છે. દરરોજ છોકરીઓ સાથે હિંસાની ઘટના બની રહી છે. મારા કાર્યકર્તાઓએ કાયદો વ્યવસ્થા બગાડી છે, તો મેં તેમની સામે કાર્યવાહી કરી છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા દુરસ્ત છે.