નવી દિલ્હીઃ માર્ચ મહીનામાં નિજામુદ્દીનમાં આવેલ મરકજનો મામલો સામે આવ્યો હતો, મરકજમાંથી 2361 લોકોને સરકાર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 1080 જમાતી કોરોના પોઝિટિવ હતા. તેના કારણે મરકજ પર ક્રાઇમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. હાલ સુધીમાં મોલાના સાદને 4 વાર નોટીસ મોકલવામાં આવી છે, પણ તેના તરફથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી. અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ દેશમાં ફેલાવામાં જમાતનો હાથ છે. જમાતના લોકોએ પોતાની ઓળખાણ છુપાવીને રહ્યા હતા અને સરકારને કહેવા છતા રિપોર્ટ કરાવવા આવ્યા નહોતા.
આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચએ મંગળવારના રોજ મોલાના સાદના પુત્ર સઇદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. મોલાનાના પુત્રને 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં ક્રાઇમ બ્રાંચે તે 20 લોકો વિશે માહિતી માંગી જે મરકજમાં દેખરેખનું કામ સંભાળે છે. આ લોકોના મદદથી ક્રાઇમ બ્રાંચ માહિતી મેળવી તથ્યોને સામે લાવવાનો પ્રયત્ન કરી રહી છે. મોલાના સાદના પુત્ર સઇદ મરકજમાં ઘણો સક્રિય રહેતો હતો.
દિલ્હી પોલીસે ક્રાઇમ એકવાર ફરી સઇદના માધ્યમથી મોલાના સાદને પોતાનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, કોઇ પણ સરકારી હોસ્પિટલમાં જઇને કોરોના રિપોર્ટ કરાવે અને તેની રિપોર્ટ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ સામે રાખવામાં આવે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે અને મોલાના સાદની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.