મથુરા: કોરોના મહામારીના કારણે 22 માર્ચથી વૃંદાવનનું સુપ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર શ્રદ્ધાળુંઓ માટે બંધ કરવામાં આવ્યું હતુ. 17 ઓક્ટોબરે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસનની સહમતિથી પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરની ઓનલાઈન રજીસ્ટ્રેશનની વયવસ્થા શરુ કરવામાં આવી હતી, પરંતુ મંદિરમાં વધતી ભીડને કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસને બાંકે બિહારી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે અનિશ્ચિત સમય માટે બંધ કર્યા છે.
દર્શન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી
વૃંદાવનના ઠાકુર બાંકે બિહારી મંદિરના કપાટ આજથી શ્રદ્ધાળુંઓ માટે ખોલવામાં આવ્યા છે. દર્શન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી છે. દર્શન માટે 24 ઓક્ટોબરથી જ રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ કરવામાં આવી હતી. એક દિવસમાં માત્ર 500 શ્રદ્ધાળુંઓ દર્શન કરી શકશે. મંદિરમાં જવા માટે માસ્ક અને સેનિટાઈઝર જરુરી છે.વિશ્વનું પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર 17 ઓક્ટોબરથી શ્રદ્ધાળુંઓ માટે ખોલવામાં આવ્યું હતુ પરંતુ ભક્તોની ભારે ભીડ અને વ્યવસ્થાને લઈ મંદિર પ્રશાસને મંદિરને 19 ઓક્ટોબરથી આગામી આદેશ સુધી અનિશ્ચિતકાળ સુધી મંદિર બંધ કરવામાં આવ્યું હતુ. આજે ભક્તો માટે બાંકે બિહારીના કપાટ ખોલવામાં આવ્યા છે.
આ પણ વાંચો
મથુરાનું બાંકે બિહારી મંદિર અનિશ્ચિત સમય માટે બંધ, ભક્તોમાં નારાજગી