ETV Bharat / bharat

ચલો બુલાવા આયા હૈ...વૈષ્ણોદેવી યાત્રાના પ્રથમ દિવસે અનેક શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

રવિવારથી પાંચ મહિનાથી બંધ વૈષ્ણોદેવીનો દરબાર ભક્તો માટે ફરી ખુલ્લો મુકાયો છે. પ્રથમ દિવસે અનેક શ્રદ્ધાળુઓએ આ પવિત્ર તીર્થસ્થળના દર્શન કર્યા હતાં. કોરોના રોગચાળાને કારણે વૈષ્ણોદેવી યાત્રા 18 માર્ચથી બંધ કરાઇ હતી.

માતા વૈષ્ણો દેવી
માતા વૈષ્ણો દેવી
author img

By

Published : Aug 17, 2020, 7:12 AM IST

Updated : Aug 17, 2020, 7:27 AM IST

જમ્મુ: રવિવારથી પાંચ મહિનાથી બંધ વૈષ્ણોદેવીનો દરબાર ભક્તો માટે ફરી ખુલ્લો મુકાયો છે. પ્રથમ દિવસે અનેક શ્રદ્ધાળુઓએ આ પવિત્ર તીર્થસ્થળના દર્શન કર્યા હતાં. કોરોના રોગચાળાને કારણે વૈષ્ણોદેવી યાત્રા 18 માર્ચથી બંધ કરાઇ હતી.

માતા વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરુ થતા ભક્તો ખૂબ જ ખુશ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ભક્તએ કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ. અમે માતા વૈષ્ણોદેવીને વિશ્વમાંથી કોરોના વાઇરસને દૂર કરવા પ્રાર્થના કરીશું. જો કે, માતા વૈષ્ણોદેવીની યાત્રા ખૂબ મર્યાદિત અને પ્રતિબંધિત નિયમો સાથે થઈ રહી છે. દરરોજ 2 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે જઈ શકશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા યાત્રામાં એક દિવસમાં 50-60 હજાર યાત્રાળુઓ આવતા હતાં.

આ યાત્રા કરવામાં કોરોનાની ગાઇડલાઇન્સને અનુસરવામાં આવી રહી છે. બિલ્ડિંગની નજીક પોલીસ ચોકીમાં ભક્તોનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવે છે. યાત્રાળુઓ કે જેમને લક્ષણો ન હોય તેમને જ મંજૂરી આપવામાં આવે છે. બિલ્ડિંગના પરિસરની સાથે યાત્રાની જગ્યા પર તૈનાત સુરક્ષા કર્મીઓ પણ માસ્ક, ચહેરાના શિલ્ડ અને મોજા પહેરીને પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

કોરોના સંક્રમણને કારણે માતા વૈષ્ણોદેવી તીર્થ યાત્રાને ગત 18 માર્ચથી બંધ કરી દેવાઈ હતી, ત્યાં સુધી લગભગ 12,40,000 ભક્તોએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતાં. કોરોના રોગચાળાને કારણે વૈષ્ણોદેવી યાત્રા 19 માર્ચે બપોરે 2 વાગ્યે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દિવસે કુલ 14,900 શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. હવે આ યાત્રા શરૂ થઈ ગઈ છે.

ભક્તોએ ધ્યાનમાં રાખવી જેવી બાબતો

  • ભક્તો કોરોના ટેસ્ટ કરાવીને આવે
  • રિપોર્ટ સાથે લાવવો જરૂરી, એક રેપિડ ટેસ્ટ પણ કરાશે.
  • મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી
  • ફેસ માસ્ક અથવા કવર લઈને આવવું
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી
  • હોટલનું બુકિંગ પણ ઓનલાઈન શરૂ

Last Updated : Aug 17, 2020, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.