ગુવાહાટી: આસામના તિનસુકિયા જિલ્લામાં આવેલા બાગજાન ગામના તેલ ક્ષેત્રમાં આગને કારણે ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ઓઇલ કંપનીમાં કામ કરતા બે કર્મચારી ગુમ થયા હતા તેમના મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. આસામ સરકારે કહ્યું કે, ઓએનજીસી ગેસ લિકેજને ઠીક કરવા સિંગાપોરના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.
કોરોના મહામારી અને પૂર બાદ અસમમાં વધુ એક ગંભીર સમસ્યા સામે આવી છે. રાજ્યના તિનસુકિયા જિલ્લાના બાગજાન ગામમાં છેલ્લા 13 દિવસથી ઓએનજીસીના એક તેલના કુવામાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આપને જણાવી દઇએ કે, આગ બુઝાવી રહેલા ઓઇલ ઈન્ડિયા લિમિટેડના બે કર્મચારી જે લાપતા હતા તેમના મોત થયા હોવાની માહિતી મળી છે. સ્થાનિકોનું કહેવું છે કે, 27 મેથી ગેસ લિકેજના કારણે ઘણી માછલીઓ, પક્ષીઓ, અને પ્રાણીઓના મોત થયાં છે.