ચેન્નઈ: લદ્દાખની ગલવાન ખીણમાં સોમવાર રાત્રિના ચીની સૌનિકો અને ભારતીય સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને 2 જવાન શહીદ થયા છે. જેમાં તમિલનાડુના રામનાથપુરમનો હવલદાર પલાની સામેલ છે.
પલાની 22 વર્ષથી સેનામાં છે. આવતા વર્ષ પલાની નિવૃત થવાનો હતો. તેમની પત્નીએ કહ્યું કે, તેઓ અમારા નવનિર્મિત નિવાસના ગૃહપ્રવેશ સમારોહમાં પણ સામેલ થયા ન હતા અને હવે તો તેઓ અમારી સાથે રહેવા ક્યારે પણ આવશે નહીં. પલાનીને ચીનનો સામનો કરનારા ફૉરવર્ડ પોસ્ટમાં રાખવામાં આવ્યો હતો માટે તેઓ જૂનમાં યોજાનારા તેમના નિવાસના ગૃહપ્રવેશમાં જઈ શક્યો ન હતો.
પલાનીના સસરા નચિયપ્પે કહ્યું કે, સવારે 9 કલાકે અમને મુખ્યાલયથી ફોન આવ્યો કે, પલાની સરહદ પર અથડામણમાં શહીદ થયા છે. પહેલા તો અમને વિશ્વાસ ન આવ્યો અને મે પલાનીના ભાઈ ઈથાયાકાનીનો સંપર્ક કર્યો જેઓ સેનામાં છે. ઈથાયાકાનીએ કહ્યું કે, પલાની ભારત-ચીન સરહદ પર શહીદ થયા છે.
![ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણમાં હવાલદાર પલાની શહીદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-rmd-02-palani-army-man-visual-byte-7204441_16062020155827_1606f_01686_263_1606newsroom_1592309693_444.jpg)
પરિવારને આશા છે કે, થોડા દિવસોમાં જ પલાનીનો મૃતદેહ તેમના ગામમાં અંતિમ સંસ્કાર માટે આવશે. તેમના અંતિમ સંસ્કારમાં સન્માન સાથે કરવામાં આવશે.