ETV Bharat / bharat

તેલંગાણામાં માઓવાદીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ બાદ માઓવાદીઓના બે જૂથ ફરાર - તેલંગાણામાં પોલીસ પર ફાયરિંગ

તેલંગાણામાં પોલીસ સાથે ફાયરિંગના બે અલગ-અલગ બનાવ બાદ માઓવાદી સંગઠનના બે જૂથોના સભ્યો ભાગવામાં સફળ થયા હતા. પોલીસે તેમને પકડવા કવાયતને વધુ તીવ્ર બનાવી દીધી છે.

માઓવાદીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ
માઓવાદીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ
author img

By

Published : Jul 15, 2020, 10:52 PM IST

હૈદરાબાદ: તેલંગાણાના જંગલવાળા વિસ્તારોમાં પોલીસ સાથે ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓ પછી માઓવાદી સંગઠનના બે જૂથોના સભ્યો ફરાર થઈ ગયા હતા. જે બાદ તેમની તપાસ માટે કાર્યવાહી તીવ્ર કરવામાં આવી છે. ફરાર સભ્યોમાં એક વરિષ્ઠ સભ્ય પણ છે, જેનું ઇનામ 25 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.

ભદ્રાદ્રી-કોઠાગુડમ જિલ્લામાં બુધવારે સવારે 13 માઓવાદીઓના જૂથે પોલીસ કર્મચારીઓ પર ફાઇરિંગ કરી હતી. તેઓ ફાઇરિંગ બાદ જંગલવાળા વિસ્તારમાં ફરાર થઈ ગયા હતી. આ ઘટનામાં એક પોલીસ જવાનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અન્ય એક જૂથે મંગળવારે રાત્રે આસિફાબાદ જિલ્લાના કુમરામ બીમ વિસ્તારમાં ફાઇરિંગ કરી હતી જેમાં કોઈ જાનહાની થઈ ન હતી.

જો કે, પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે સવારે બનેલી આ ઘટનામાં માઓવાદીઓને શું નુકસાન થયું છે તે સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, બંને વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, મંગળવારે રાત્રે આશરે 10.30 વાગ્યે આસિફાબાદ જિલ્લાના થોકકુગુડા ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પર માઓવાદીઓ દ્વારા ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસનો સામનો માઓવાદી સંગઠનના તેલંગાણા રાજ્ય સમિતિના ભાસ્કર નીત માઓવીદિઓ સાથે થયું હતું. ભાસ્કર પર 25 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે.

આસિફાબાદના પોલીસ અધિક્ષક વિષ્ણુ એસ. વરીઅરે જણાવ્યું હતું કે, માઓવાદીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ પછી જ્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરી તો તેઓ નાસી છૂટ્યા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ દત્તે જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટર સવારે 9 વાગ્યે મલ્લેપલ્લીટોગુ જંગલમાં થયો હતો અને પોલીસ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ત્યાં હાજર 30 જેટલા માઓવાદીઓ પોતાનો સામાન છોડીને ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે, પડોશી રાજ્ય છત્તીસગઢથી તેલંગાણામાં માઓવાદીના આગમનની ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ 500 જવાનોની 25 ટીમો જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં રોકાયેલા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.