આ તમામ દિગ્ગજો માટે પાર્ટીના કાર્યકરોથી લઈ મોટા માથાઓએ મેદાનમાં જોડાઈ ચૂંટણીની રસપ્રદ બનાવી દીધી છે.આજે અનેક દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. જેમાં આપણે વાત કરીએ તો યુપીમાં આઝમગઢ સીટ પર અખિલેશ યાદવની સામે ભાજપના દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆમાં સાથે ટક્કર છે.
અલ્હાબાદ સીટ પરથી ભાજપ ઉમેદવાર રીતા બહુગુણા જોશીની ટક્કર કોંગ્રેસના યોગેશ શુક્લા, સુલ્તાનપુરમાં ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીની ટક્કર કોંગ્રેસના સંજય સિંહ સાથે થવાની છે.
મધ્યપ્રદેશમાં તમામની નજર છે જ્યાં ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞાની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સાથે છે.
તો આ બાજૂ ગુના સીટ પર કોંગ્રેસના હાજર જવાબી નેતા અને સ્ટાર પ્રચારક જ્યોતિરાદિત્ય સિંધિયાની ટક્કર ભાજપના કેપી યાદવ સાથે છે.દિલ્હીની તમામ સાત સીટ પર રસપ્રદ ટક્કર થઈ રહી છે. જ્યાં કોંગ્રેસના શીલા દીક્ષિતની સામે આપના દિલિપ પાંડે ટક્કર આપશે.
પૂર્વીય દિલ્હી સીટ પર ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ગૌતમ ગંભીરની ટક્કર કોંગ્રેસના અરવિદર લવલી તથા આપના આતિશી સાથે ટક્કર છે.
હિરાયાણામાં જોઈએ તો સૌની નજર સોનીપત પર છે.જ્યાં કોંગ્રેસે બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે.તેમની સામે ભાજપના વર્તમાન સાંસદ રમેશ કૌશિકને ઉતાર્યા છે. તો વળી આ સીટ પર જેજેપીમાંથી દિગ્વિજય સિંહ ચૌટાલા પણ સોનીપતમાંથી લડી રહ્યા છે.