અશૂરા પૈગંમ્બર મુહમ્મદ સાહબના નવાસે હુસેનની કર્બલામાં શહાદતની યાદમાં આ તહેવાર ઉજવામાં આવે છે. ઇરાકના શહેર કર્બલામાં એક પ્રમુખ ધર્મસ્થળમાં ભાગદોડના કારણે ઘણા શિયા શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. મહોરમ દરમિયાન થયેલી આ ઘટનામાં મૃત્યુ આંક 31 પર પહોંચ્યો છે. આ ઘટનામાં 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતાં.
શ્રદ્ધાળુ આશુરાના જુલુસની તરફ વધી રહ્યા હતો, ત્યારે દોડધામ થઇ હતી અને ભીડ બેકાબુ બની જતા મહોરમ દરમિયાન હજારો શિયા લોકો આ પવિત્ર શહેરમાં સામેલ થવા માટે એકઠા થયા હતા જેના કારણે આ ઘટના બની હતી. આ જગ્યા બગદાદથી 100 કિલોમીટરના અંતરે આવેલી છે.