યોગેશ્વર દત્ત પણ માગી રહ્યા છે ભાજપની ટિકિટ !
આંતરરાષ્ટ્રીય પહેલવાન યોગેશ્વર દત્તે 24 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન મનોહર લાલા ખટ્ટર સાથે મુલાકાત કરી ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા જણાવી છે.રાજકીય પંડીતોની વાત માનીએ તો દત્ત આ વખતની ચૂંટણીમાં ઝંપલાવે તે ચોક્કસ વાત છે. એટલા માટે ટિકિટ ફાઈનલ થાય તે પહેલા જ તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત ગોઠવી લીધી છે.
દીપા મલિકે પણ ટિકિટ માગી !
જાણીતી પૈરાલંપિક ખેલાડી દીપા મલિક પણ માર્ચમાં ભાજપ સાથે જોડાઈ છે. અને હવે તેણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી છે. અનુમાન છે કે, તેની આ મુલાકાત ટિકિટને લઈ હતી. જો કે, હજી સુધી સ્પષ્ટ થયું નથી કે, દીપા ચૂંટણી લડવાની છે કે કેમ ? જો કે ભાજપ તેની ઈચ્છા પુરી શકે છે.
બબીતા ફોગાટ પહેલા જ ઈચ્છા જણાવી ચૂકી છે
બબીતા ફોગાટે પણ ભાજપ જોઈન કરી છે અને ટિકિટની રેસમાં તે પણ સામેલ છે. જો કે, ખુલ્લીને તેણે કહ્યું નથી, પણ મનમાં ને મનમાં ક્યાંક તે પણ ચૂંટણી લડે તેવી ઈચ્છા દબાવીને બેઠા છે.એવું કહેવાય છે કે, જેજેપી સાથે એટલા માટે સંબંધો ખરાબ થયા હતા કે, તેણે જેજેપીમાંથી લોકસભાની ટિકિટ માગી હતી પણ તેને મળી નહીં એટલા માટે ભાજપમાં જોડાઈ ગઈ હતી.
કોંગ્રેસમાં 90 ટિકિટ માટે 1200 દાવેદારો મેદાનમાં છે !
કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે પણ આ વખતે અનેલ લોકોની લાંબી લાઈન લાગી રહી છે. 25 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસે દાવેદારોના આવેદન પત્ર મંગાવ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસમાં 1200 આવેદન પત્ર આવી ગયા છે. આ સંખ્યા હજૂ પણ વધી શકે છે !
ઈનેલોની ઓફિસ બહાર ઠંડો માહોલ !
પરિવાર તૂટી જતા ઈનેલોમાં આટલી મારામારી નથી, કારણ કે પાર્ટીના મોટા ભાગના નેતા કા તો ભાજપમાં જતા રહ્યા છે અથવા તો જેજેપીમાં જતા રહ્યા છે. ઉપરાંત મોટા ભાગના નેતાઓ પાર્ટીથી હવે અંતર બનાવી રાખવા માગે છે. તેથી હાલ ઈનેલોનું ડૂબતું જહાજ જોઈ કોઈ નેતા તેના પર સવાર થવા માગતા નથી.