નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ કરીને ફી વધારા મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, હજુ ઘણી સ્કૂલો ટ્રાંસપોર્ટેશન ફી વસૂલી રહી છે.
દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે, કોઈ પણ ખાનગી સ્કૂલ સરકારને પૂછ્યા વગર ફી વધારી નહીં શકે. જે બાળકો ફી આપી શકવા સક્ષમ નથી તેમનું ઑનલાઈન ક્લાસમાંથી નામ કમી કરવું ઉચિત નથી.
બધી જ ખાનગી સ્કૂલોના સ્ટાફને સમયસર પગાર આપવો પડશે. જો કોઈ સમસ્યા આવે તો પેરેન્ટ્સ સંસ્થાની મદદથી સ્ટાફને પગાર આપવો પડશે. જે સ્કૂલ આ નિયમનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ આપદા કાનૂન અને દિલ્હી સ્કૂલ એક્ટ હેઠળ કાર્યવાહી થશે.
કોઈ પણ સ્કૂલ 3 મહિના સુધી ફી ચાર્જ નહી કરે, ફક્ત ટ્યૂશન ફી લેવામાં આવશે અને એ પણ દર મહિને. ટ્રાંસપોર્ટેશન ફી લેવામાં આવશે નહી. જે પેરેન્ટસ ફી આપવા માટે સક્ષમ નથી તે ચિંતા ના કરે. તેમના બાળકોનું નામ ઑનલાઈન કૉર્સમાંથી કમી કરવામાં નહી આવે.