મનાલી : ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હિમાચલના સૌથી લાંબા-360 મીટર લાંબા દારચા બ્રિજ (સ્ટીલ બ્રિજ) નું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ પ્રધાન આ સમયગાળા દરમિયાન દેશભરમાં 43 પુલ અને એક ટર્નલ માટે શિલાન્યાસ પણ કરશે.મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે અને આવતીકાલે મનાલીમાં જ રહેશે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે મનાલી-લેહ રોડ પર દારચા ખાતે રાજ્યના સૌથી લાંબા 360 મીટર સ્ટીલના પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલ ઉત્તર ભારતમાં બીજો અને હિમાચલનો પહેલો લાંબો સ્ટીલ ટ્રસ્ટ બ્રિજ છે.રાજનાથ સિંહ મનાલીની પાસે આવેલા પલચાન બ્રિજનું ઉદ્ધાટન પણ કરશે. 38 BRTF કમાન્ડર ઉમા શંકરે જણાવ્યું હતું કે, સ્ટીલ બ્રિજ પરથી હવે સેનાના વાહનો મનાલી-લાહૌલ-લેહ-લદ્દાખ વચ્ચે કોઈ પણ અડચણ વિના લાવી શકાશે. પ્રધાન ડો.રામલાલ મારકંડાએ કહ્યું કે, આનાથી માત્ર સેના જ નહીં પરંતુ સ્થાનિક લોકો અને પર્યટકોને પણ લાભ થશે.
મુખ્યપ્રધાન જયરામ ઠાકુર બુધવારે મનાલીથી અટલ ટનલ રોહતાંગના ઉદ્ઘાટન માટેની તૈયારીઓની સમીક્ષા કરવા રવાના થશે. મુખ્યપ્રધાન બુધવારે સાંજે 4.30 વાગ્યે મનાલીના પરિઘિ ગૃહ પહોંચશે.ગુરુવારે સવારે, પરિધિ ગૃહથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ઓનલાઇન જોડાશે . મુખ્યપ્રધાન આ સમારોહ બાદ પલાચન બ્રિજની પણ મુલાકાત લેશે.
લોકાર્પણ પહેલા મંગળવારે બસ ટ્રાયલ કરવામાં આવશે. કુલ્લુથી સિસ્સૂ અને સિસ્સૂથી કુલ્લુ મોકલવામાં આવેલી એક બસ સફળતાપૂર્વક પ્રવાસ કરી ચૂકી છે. બસે 9 કિલોમીટરનો સફર 15 મિનિટમાં લાંબી ટનલમાં પૂર્ણ કર્યો હતો.