નવી દિલ્હી: મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમ અને ખાન મુબારકના નજીકના સાથીને યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના નોઇડા યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2014માં દિલ્હીમાં એક સંપત્તિના મામલામાં ગજેન્દ્રસિંહે એક વ્યક્તિથી એક કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડીકરી હતી, જ્યારે તે વ્યક્તિએ તે રૂપિયા પરત માગ્યા ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
યુપી STFનું કહેવું છે કે, અબુ સલેમ વતી ગજેન્દ્ર સિંહ NCRમાં પ્રોપર્ટીમાં પૈસા રોકાણ કરતો હતો. ગજેન્દ્ર અબુ સાલેમના ખૂબ નજીકના સાથીઓમાંથી એક માનવામાં આવે છે. યુપી STFનું નોઇડા એકમ મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમ અને ખાન મુબારકના નજીકના સાથી ગજેન્દ્રસિંહની ધરપકડ કરવામાં સફળ રહ્યું છે. તે નોઈડા સેક્ટર -20 નો રહેવાસી છે. આ ગેંગનો ડર બતાવીને ગજેન્દ્ર પૈસા પડાવી લેવા અને વસૂલી જેવા ગુનો કરતો હતો.
વર્ષ 2014માં દિલ્હીના એક ઉદ્યોગપતિ પાસેથી સંપત્તિના નામે એક કરોડ 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને જ્યારે તે ઉદ્યોગપતિએ પૈસા પરત માગ્યા ત્યારે સેક્ટર-18માં ખાન મુબારકના શૂટરો દ્વારા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ફાઇરિંગ માટે ગજેન્દ્રએ ખાન મુબારકને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ગજેન્દ્ર અને ખાન મુબારક તેઓ અબુ સાલેમ વતી નોઈડા-એનસીઆરમાં સંપત્તિમાં પણ રોકાણ કરતા હતા. જો કે, બે કેસો માટે પોલીસે ગજેન્દ્રને વોન્ટેડ જાહેર કર્યો હતો.
યુપી STFના નોઈડા યુનિટના સીઓ રાજકુમાર મિશ્રા કહે છે કે, ગજેન્દ્ર એક શાતિર આરોપી છે અને તેનો સંબંધ ડી કંપની સાથે છે. તે પર આગાઉથી જ નોઇડા પોલીસ સ્ટેશન સેક્ટર-20માં બે કેસો ચાલી રહ્યા છે.
ડી કંપની સાથે પણ તેના નજીકના સંબંધો છે. ગજેન્દ્ર સિંહ અબુ સલેમ અને ખાન મુબારકના નિકટનો સાથી માનવામાં આવે છે. તે સંપત્તિ જેવા અન્ય કાર્યોમાં સલેમ વતી નાણાંનું રોકાણ કરતો હતો.