બેંગલુરુ / કલકત્તા: બેંગલુરુ અને કલકત્તામાં બે હત્યા બાદ અને આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. બેંગલુરુમાં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીની હત્યા કરી, પછી તેના સાસુને મારવા તે કલકત્તા પહોંચી ગયો અને સાસુની હત્યા કર્યા બાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
42 વર્ષિય અમિત અગ્રવાલ જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તે તેની પત્ની અને પુત્ર સાથે બેંગલુરુમાં રહેતો હતો. મંગળવારે સવારે તે બેંગ્લોરથી કલકત્તા પહોંચ્યો હતો. સાસરિયા પહોંચ્યા બાદ તેણે તેની સાસુને ગોળી મારીને હત્યા કરી હતી. આ આગાઉ તેણે તેની પત્નીની બેંગલુરુમાં હત્યાા કરી હતી. જો કે, આ ઘટનાને અંજામ આપી રોપીએ પોતનાને પણ ગોળીમારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ એપાર્ટમેન્ટની અંદર પહોંચી ત્યારે આરોપી શખ્સનો મૃતદેહ તેના સાસુના મૃતદેહ પાસે પડી હતી.
ઘટના સ્થળે એક સુસાઇડ નોટ પણ મળી આવ્યો હતો, જેમાં આરોપીએ કહ્યું હતું કે તેણે કલકત્તા આવતા પહેલા તેની પત્નીની બેંગ્લોરના ઘરમાં પણ હત્યા કરી હતી. જ્યારે બેંગ્લોર પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે તેની પત્નીનો મૃતદેહ ત્યાં મળી આવ્યો હતો.
બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે, અમિતના લગ્ન ઘણા વર્ષો પહેલા શિલ્પી સાથે થયા હતા. તેમને એક 10 વર્ષનો પુત્ર પણ છે, પરંતુ હાલમાં બંને અલગ રહેતા હતા અને તેઓ છૂટાછેડા લેવા જઇ રહ્યા હતા.