રામમંદિર મુદ્દે મમતાએ BJP પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, જે (PM મોદી) 5 વર્ષમાં રામ મંદિર નથી બનાવી શક્યા તેઓ વિદ્યાસાગરની મૂર્તિ શું બનાવશે ?, તમારા ગુંડા નેતાઓ બંગાળમાં આવીને કહે છે કે "બંગાલ કંગાલ હૈ" શું બંગાળીઓ કંગાળ છે.
બુધવારની ધટના પર તીખી પ્રતિક્રીયા આપતા મમતાએ કહ્યું , ભાજપે ચૂંટણી પંચ જોડે અમારી ફરિયાદ કરી છે. જેમાં તેમણે અમારી સભાને રોકવાની વાત કરી છે. કદાચ હોઇ શકે છે કે, ચૂંટણી પંચનો BJP સાથે ભાઇનો સંબંધ હોય.
મમતાએ કહ્યું કે, પહેલા ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હતું, પરંતુ હવે તે BJPના ઇશારે કામ કરે છે.
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને લઇને PM મોદીએ જે નિવેદન આપ્યું તેને લઇને મમતાએ તીખો પ્રતિસાદ આપ્યો છે, મમતાએ કહ્યું કે PM જુઠ્ઠા છે. મમતાએ કહ્યું કે મોદી પાસે પુરાવા છે કે મૂર્તિ TMCના કાર્યકરો દ્વારા જ તોડવામાં આવી છે. મોદીને શરમ નથી આવતી આટલું જુઠ્ઠુ બોલવામાં.
મમતાએ આકરો રોષ પ્રગટ કર્યો અને કહ્યું, BJP સાબિત કરે કે TMC હિંસા કરવામાં શામેલ હતી, નહી તો હું તેમને જેલ મોકલી દઇશ.
![મમતા બેનર્જી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3298293_uuuu.jpg)
સાથે મમતાએ રેલીમાં નારા પણ લગાવ્યા, ગલી ગલી મેં શોર હૈ, ચોકીદાર ચોર હૈ..