તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, કોઈ પણ દેશવાસીઓનું નાગરિકત્વનો અધિકાર છીનવી શકાય નહિ.મમતાએ વિવાદિત CAA વિરુદ્ધ કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી બંગાળમાં નાગરિકત્વનો કાયદો લાગુ નહીં થાય. કોઈ દેશ કે રાજ્ય છોડશે નહીં.
મમતાએ વિદ્યાર્થીઓના આંદોલનનું સમર્થન કરતા કહ્યું કે, તેમને 18 વર્ષની વયમાં મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે છે તો આંદોલન કરવાનો અધિકાર કેમ નથી આપતા.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યાર સુધી હું બંગાળમાં છું ત્યા સુધી CAA લાગુ નહીં થાય.