ગૃહ મંત્રાલયે NPRની રૂપરેખા અંગે ચર્ચા કરવા આજે રાજ્યોની બેઠક બોલાવી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ બેઠકમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યની સરકારોએ જાહેરાત કરી છે કે, તેઓ NPRના માળખા નક્કી કરવાની બેઠકોથી દૂર રહેશે. આ પાછળ હાલ NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) કારણભૂત છે. કારણ કે વિરોધ પક્ષ સહિત દેશના ઘણા ખરા તર્જજ્ઞોના મતે NPR એ NRC લાગુ કરવાનો પ્રથમ તબક્કો છે. એટલે કે NRC અને NPR વચ્ચે સંબંધે છે.
નિર્દેશક અને સચિવ રહેશે હાજર
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયના પ્રમુખ પદે આ બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને વસ્તી ગણતરી નિયામક અને તમામ રાજ્યોના મુખ્ય સચિવો હાજર રહેશે.
સામાન્ય નિવાસી ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન ઘરોની ગણતરીના તબક્કા અને NPRની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, NPRનો ઉદ્દેશ્ય દેશના દરેક સામાન્ય રહેવાસીનો એક વ્યાપક ઓળખ ડેટાબેસ બનાવવાનો છે. ડેટાબેઝમાં ડેમોગ્રાફિક તેમજ બાયોમેટ્રિક વિગતો હશે.
વિવાદાસ્પદ નાગરિકત્વ સુધારણા અધિનિયમ(CAA)ને કારણે ગતિવિધિઓ વચ્ચે NPR અને મકાનોની ગણતરી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નાગરિકતા અધિનિયમની જોગવાઈઓ
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના રાજ્યોએ NPRને લગતી જોગવાઈઓને સૂચના આપી છે. જે દેશના સામાન્ય રહેવાસીઓનું રજિસ્ટર છે. તે નાગરિકત્વ અધિનિયમ, 1955ની જોગવાઈઓ અને નાગરિકત્વ(નાગરિકોની નોંધણી અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડનો ઇશ્યૂ) નિયમો, 2003ની જોગવાઈ હેઠળ સ્થાનિક, પેટા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
નિયમ ભંગ બદલ દંડ
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 1,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
2010માં તૈયાર થયો હતો ડેટાબેઝ
વર્ષ 2011ની વસ્તી ગણતરી અંતર્ગત ઘરોની તબક્કાની ગણતરી અંતર્ગત NPR માટે ડેટા છેલ્લે એકત્રિત કરવામાં આવ્યો હતો. 2015 માં ઘરે ઘરે કરવામાં આવેલા સર્વે બાદ આ આંકડાઓ અપડેટ કરવામાં આવ્યા હતા.