શારદા ચિટફંડ મામલે કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શોધખોળ માટે સીબીઆઈએ એક વિશેષ ટીમની રચના કરી છે. સાથે જ તેમની શોધ માટે સીબીઆઈ અનેક જગ્યાએ દરોડા પણ પાડી રહી છે.
આ અગાઉ રાજકીય અટકળોની વચ્ચે 15 મહિના બાદ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં રોકાયેલી અનેક પરિયોજનાને ફરીથી ચાલું કરવા માટે અપિલ કરી છે. વડાપ્રધાન સાથેની મુલાકાતને સારી ગણાવતા મમતાએ વડપ્રધાનને બંગાળ આવવા નિમંત્રણ પણ આપ્યું છે. સાથે જ તેમણે પશ્ચિમ બંગાળનું નામ બદલાવાની પણ ભલામણ કરી છે.
આ ઉપરાંત રાજ્યમાં રેલ્વે અને ખનનને સંબંધિત અનેક યોજનામાં રોકાણની વાત કહી છે.