મંગળવારે લંડન હાઈકોર્ટમાં માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઈને સુનાવણી થઈ હતી. જેનો ચુકાદો હાલ માલ્યાની તરફેણમાં આવ્યો છે. માલ્યા વિરુદ્ધ ફ્રોડ, મની લોન્ડરિંગ, ફેમાના ઉલ્લંઘનનો આરોપ છે. મુંબઈની ખાસ કોર્ટ (પીએમએલએ)એ તેને ભાગેડું જાહેર કર્યો છે. આરોપ લાગ્યા બાદ માલ્યા 2016થી લંડન ભાગી ગયો છે. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. 9,000 કરોડનું દેવું છે. તેની કિંગફિશર એરલાઈન્સ કંપનીએ બેન્કો પાસેથી લોન લીધી હતી.
લંડનમાં વેસ્ટમિંસ્ટર કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યાપર્ણનો નિર્ણય સંભળાવ્યો હતો. યુકેના ગૃહ સચિવે સાજિદ જાવિદને પણ મંજૂરી આપી હતી. માલ્યાના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપિલ કરી હતી. ભારત પ્રત્યાર્પણ થયા પછી માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે.