ETV Bharat / bharat

મહાત્મા ગાંધીના સ્વપ્નનું 'સ્વચ્છ ભારત' હજી વાસ્તવિકતાથી દૂર છે - Open toilets

નવી દિલ્હી: ગત 2જી ઓક્ટેબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, ખુલ્લામાં શૌચક્રિયાથી ગ્રામીણ ભારત 100 ટકા મુક્ત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, 'અમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 60 કરોડ શૌચાલયો બનાવ્યા છે. જેનાથી આશરે 60 કરોડ લોકોને ફાયદો થયો છે'. 'વિશ્વ આ પગલાથી આશ્ચર્યચકિત થઈ ગયું છે. આ રેકોર્ડ માટે વડાપ્રધાનને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 'ગ્લોબલ ગોલકીપર' એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.

Clean India
સ્વચ્છ ભારત અભિયાન
author img

By

Published : Dec 21, 2019, 12:39 PM IST

તાજેતરમાં 76માં રાષ્ટ્રીય સેંપલ સર્વે હેઠળ જાહેર કરાયેલો અહેવાલ પીએમ મોદીના આ દાવા કરતાં જુદો છે. આ અહેવાલનું શીર્ષક છે, 'પીવાનું સ્વચ્છ પાણી, સ્વચ્છતા, સ્વચ્છતા અને તેની સ્થિતિ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રામીણ ભારતમાં 29 ટકા ઘરોમાં શૌચાલય નથી. ઓડિશા અને ઉત્તર પ્રદેશના અડધાથી વધુ ગ્રામીણ ઘર આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ જ પરિસ્થિતિ ઝારખંડ, તામિલનાડુ અને રાજસ્થાનના 30 ટકાથી વધુ ગ્રામીણ ઘરોમાં છે.

ઘરમાં શૌચાલયનું નિર્માણ કરવા સરકાર આર્થિક સહાય કરે છે. પરંતુ રિપોર્ટમાં એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, માત્ર 17 ટકા ગ્રામીણ ઘરોમાં આ યોજના અંતર્ગત ફાયદો થયો છે. આ આંકડાઓ સરકારના દાવા ઉપર સવાલો ઉભા કરે છે, તેથી આ અહેવાલને લગભગ છ મહિના સુધી જાહેર કરવામાં આવ્યો નહતો. સાથે જ NSSOનો એ અહેવાલ બહાર પાડવામાં પણ વિલંબ થયો, જેમાં ભારતમાં બેરોજગારીનો દર 6.1 ટકા પહોંચવાની વાત જણાવવામાં આવી હતી. આ રિપોર્ટને પણ 6 મહિના રોકી રખાયા બાદ જારી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાને ગત વર્ષે એપ્રિલ મહિનામાં જણાવ્યું હતું કે, દેશના બધા ગામડા સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. તો રોકફેલર સંસ્થાન સાથે ભાગીદારીમાં નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં 4.5 લાખ ઘર હજી પણ વીજળીની સગવડતાથી વંચિત છે.

  • અધૂરી દેખરેખ

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ભાવેખાડી ગામના બે આદિવાસી બાળકોની માર મારીને હત્યા કરવામાં આવી હતી. કારણ ફક્ત એટલું જ કે તેઓ ખુલ્લામાં શૌચ કરવા ગયા હતા. જ્યારે હકીકતમાં તે પરિવારમાં શૌચાલયની સુવિધા હતી જ નહીં. તો સ્વચ્છ ભારતના સંદેશા વ્યવહાર વિભાગના આંકડા મુજબ ભાવેખાડી ગામનો ખુલ્લામાં શૌચ મુક્ત ગામની સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ખરી વાસ્તવિકતા તો આ ઘટના પછી બહાર આવી.

દેશમાં એવા ઘણા ગામ અને વિસ્તારો છે, જ્યાં આજે પણ ખુલ્લામાં શૌચ કરવામાં આવે છે. જો કોઈ ગ્રામસભા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોઈ ગામને ODF તરીકે જાહેર કરે છે, તો સરકારે તેની સચોટતા બે સ્તરે તપાસવી જોઈએ. સરકારે પોતાના તંત્ર પાસે તેની તપાસ કરાવવાની સાથે-સાથે કોઈ સ્વતંત્ર પક્ષ દ્વારા તપાસ કરાવવી જોઈએ. ODFની ઘોષણાના ત્રણ મહિના પછી આ પક્ષોએ ફરીથી ગામડાઓમાં જવું જોઈએ અને તેની અસરની સચોટતા તપાસવી જોઈએ.

મોટાભાગનાં રાજ્યોમાં આ પ્રકારની તપાસ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ગત 26 સપ્ટેમ્બર સુધીમાં ઓડિશામાં 23 હજાર 902 ODF ગામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બર સુધીમાં આ સંખ્યા વધીને 37 હજાર થઈ ગઈ હતી. એનો અર્થ એ થયા કે, ચાર દિવસમાં 13 હજાર ગામડાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિર્ધારિત માપદંડ મુજબ આટલા ગામનું નિરીક્ષણ કરવામાં એક મહિના કરતાં પણ વધુ સમય લાગશે.

બીજા તબક્કામાં દેશભરમાં જાહેર કરાયેલા 6 લાખ ODF ઓડીએફ ગામ માંથી ફક્ત 25 ટકાનું જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના 97 હજાર ODF ગામડામાંથી ફક્ત 10 ટકાનું જ નિરીક્ષણ બીજા તબક્કામાં કરવામાં આવ્યું હતું. જ્યારે ઓડિશાના 47 હજાર ગામડાઓમાંથી કોઈ પણ ગામમાં બીજા તબક્કાનું નિરીક્ષણ કરવામાં આવ્યું નહતું. જોકે આ બધા ગામ સરકારી ફાઈલમાં ODF જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હકીકતમાં હજી પણ અહીં ખુલ્લામાં શૌચ કરવામાં આવી રહ્યું છે. લક્ષ્ય પ્રાપ્ત કરવાના દબાણમાં નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

  • પ્રશંસાને યોગ્ય છે લક્ષ્યાંક

પાંચ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધીના સપનાંઓને પુરા કરવા દેશમાં સ્વચ્છ ભારત કાર્યક્રમની જાહેરાત કરી હતી. સરકારનું લક્ષ્ય હતું મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર એટલે કે આ વર્ષે 2જી ઓક્ટોબર સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવું. આ લક્ષ્યાંક પુરો કરવા નેતાઓ અને પ્રધાનોએ અધિકારીઓ અને સરકારી તંત્ર પર દબાણ કરવાનું શરુ કર્યું. અને આ વર્ષે 2જી ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવી કે, દેશે નેતું લક્ષ્યાંક મેળવી લીધું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સ્વચ્છ ભારત પર આશરે 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારના અહેવાલ મુજબ દેશના 10.16 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ બધા વચ્ચે એ આપોર પણ લગાવવામાં આવ્યા કે, સરકારી તંત્રએ આ લક્ષ્યાંક મેળવવા ગરીબો પર દબાણ કર્યું હતું. ટીમના વિશેષ સંવાદદાતા લિયો હાર્પરે આ સ્થિતિની માહિતી મેળવવા વર્ષ 2017માં બે સપ્તાહ માટે દેશની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, 'લક્ષ્યાંક મેળવવા અધિકારીઓ દ્વારા સામાન્ય લોકો સાથે ખરાબ વ્યવહાકૃર કરવામાં આવતો હતો. તેમણે શૌચાલય નહીં હોવા પર રોશન કાર્ડ અને લાઈટના મીટરમાંથી નામ કમી કરાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે'.

જે લોકો પાસે શૌચાલય બનાવવા માટે જગ્યા નથી તેમની માટે આ યોજનામાં કોઈ જોગવાઈ નથી. હરિયાણાના અમરોલીના પછાત જાતિના લોકોએ કહ્યું કે, 'અમારી પાસે શૌચાલય બનાવવા માટે જમીન નથી. પંચાયતે અમને સામુહિક શૌચાલયનો ઉપયોગ કરવા જણાવ્યું છે, પરંતુ ઉચ્ચ જાતિના લોકોને તે ગમતું નથી. જેના લીધે સમયાંતરે ઝઘડા થતા રહે છે. જેનું હજી સુધી કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. પરંતુ સરકારના આંકડા મુજબ હરિયાણાને ODF જાહેર કરવામાં આવ્યું છે.

જે લોકો જગ્યાના અભાવે અથવા આર્થિક કારણોસર શૌચાલય નથી બનાવી શકતા, તેમના માટે જાહેર શૌચાલયો ઘરથી દૂર હોય છે. ઘણા ગામમાં લોકોને જાહેર શૌચાલય સુધી પહોંચવા માટે એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. તો અનેક ગામોમાં પાણીના અભાવે જાહેર શૌચાલયનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. ઓડિશા જેવા રાજ્યોમાં આ સમસ્યા વધુ ગંભીર છે. કનકપુર ગામના તરંગાણી મિશ્રાએ જણાવ્યું કે, 'ઉનાળામાં પાણીની તંગીને કારણે અડધાથી વધુ ગામ આ શૌચાલયોનો ઉપયોગ નથી કરી શકતા. અને ખુલ્લામાં શૌચ કરવા મજબૂર થાય છે'. બાલાંગીરના કલેક્ટર કહે છે કે, સૌથી મોટી સમસ્યા આ જાહેર શૌચાલયોમાં પાણીનો અભાવ છે.

ગત વર્ષે 19 જુલાઈએ ગ્રામીણ વિકાસ અંગે સંસદીય સમિતિએ તેમનો અહેવાલ સંસદમાં સુપ્રત કર્યો હતો. આ અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તમામ ભારતીયોને સ્વચ્છતાની સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. મહાત્મા ગાંધીના સપનાનું સ્વચ્છ ભારત વાસ્તવિકતાથી હજી દૂર છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, કાગળ પરના આંકડા અને સ્વચ્છ ભારતની વાસ્તવિક હકીકત વચ્ચે કોઈ સામ્યતા નથી. પરંતુ કેન્દ્ર સરકારે આ સમિતિની ભલામણો તરફ ધ્યાન એમ કહીને ધ્યાન ન આપ્યું કે, અન્ય અહેવાલોમાં આ અંગે સારી બાબતો જણાવવામાં આવી છે. આ સ્થિતિમાં એ વાત જરુરી બની જાય છે કે, ODF જાહેર કરાયેલા ગામોમાં બે-સ્તરના નિરીક્ષણને યોગ્ય રીતે લાગુ કરવું જોઈએ. આ શૌચાલયોમાં પાણી પહોંચાડવું જોઈએ. પર્યાવરણને ધ્યાનમાં રાખીને સુરક્ષિત શૌચાલયોનું નિર્માણ કરવું જોઈએ અને વેસ્ટ મેનેજમેન્ટની ખામીઓને દૂર કરવી જોઈએ. આ બધા પછી જ દેશ ખરેખર સ્વચ્છ ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

  • પર્યાવરણને નુકસાન

સફાઈ કર્માચારી આંદોલનના રાષ્ટ્રીય સંયોજક અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા બેજવાડા વિલ્સનને જણાવ્યું કે, દેશમાં 90 લાખ સુકા શૌચાલયો છે, જેને કારણે મળને સાર્વજનિક જગ્યા પર ફેંકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, તે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ટૂ પોટ હોલ વાળા શૌચાલયોનું નિર્માણ કરાવી રહી છે. તો આ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મોટાભાગના શૌચાલયો ખાડા વાળા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના પૂર્વ સચિવ નૈન્સી સક્સેનાએ જણાવ્યું કે, શૌચાલયોમાં 50 ક્યૂબિક ફૂટના બે ખાડા હોવા જોઈએ. પરંતુ આ વાત પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. એક ખાડા વાળા શૌચાલયો જલદી ભરાઈ જાય છે. અને તેમાંથી મળ નજીકના જળસ્રોતમાં ફેંકવામાં આવે છે. જે પર્યાવરમ માટે હાનિકારક છે.

Intro:Body:

blank news 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.