ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી લઈને અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કયાં પક્ષની સરકાર હશે અને કયા પક્ષનું કોની સાથે ગઠબંધન થશે. તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શનિવારે ભાજપના નેતા ફડણવીસે CMના શપથ લેતાં મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલાયાં છે. જેને લઈ અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
નોંધનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસના CM બન્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકિય માહોલમાં ઉથલપાથલ પેદા થઈ છે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના બાદ ભાજપ પણ સક્રિય થઈ ગયું છે. આ જ બાબતને લઈને મહારાષ્ટ્ર CM દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ ભાજપના ધારાસભ્યોને મળવા માટે મુંબઇ સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. આ બેઠકમાં આ બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા અને CM દેવેન્દ્ર ફડણવીસ પ્રતિ સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું અને તે જ સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો કે, ફ્લોર ટેસ્ટમાં ભાજપ બહુમત સાબિત કરશે.
વાંચો: માત્ર એક ક્લિકમાં: મહારાષ્ટ્રના પરિણામથી અત્યાર સુધીના 'મહાસંગ્રામ'ની તમામ માહિતી
મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર , CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા
મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સામસામી દલીલ, કોર્ટે માગ્યા મહત્વના દસ્તાવેજ
બેઠક બાદ બીજેપી નેતા આશીષ શેલ્લારે કહ્યું કે, ધારાસભ્યો સાથે બેસીને ફ્લોર ટેસ્ટના સંદર્ભે રણનીતિ નક્કિ કરાઈ છે. ઉપરાંત તેમણે એ પણ દાવો કર્યો કે, ભાજપ બહુમત મેળશે.
ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, શિવસેના-ભાજપને મહારાષ્ટ્ર ચૂંટણીમાં બહુમતી મળી હતી પરંતુ શિવસેનાએ ગઠબંધન તોડીને મહાપાપ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, શિવસેનાએ બાલાસાહેબ ઠાકરેના આદર્શોનો ત્યાગ કર્યો છે.