ETV Bharat / bharat

લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રના CMની દક્ષિણ ગુજરાતમાં બેઠક - minister

વાપી: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ૧૩મી ફેબ્રુઆરીએ વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ભાજપ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકરોની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

v
author img

By

Published : Feb 28, 2019, 12:13 PM IST

આ કાર્યક્રમ અંગે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઇએ આ બેઠકને લોકસભા ચૂંટણીની મહત્વની બેઠક ગણાવી હતી. આ પહેલા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ખાટલા બેઠકને પણ ખૂબ જ પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવી દક્ષિણ ગુજરાતની તમામ લોકસભા સીટ પર જ્વલંત વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ૧૩મી ફેબ્રુઆરીએ આયોજિત મહત્વની બેઠક અંગે વલસાડ ભાજપના જિલ્લા પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, 2019 લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અમિત શાહ દ્વારા ત્રણ કે ચાર જિલ્લાઓ વચ્ચે ક્લસ્ટર બેઠકનું આયોજન કરવું અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવવું આ આદેશના ભાગરૂપે ૧૩મી ફેબ્રુઆરીએ આ ખાસ ક્લસ્ટર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહેશે અને કાર્યકરોને સંબોધન કરી માર્ગદર્શન આપશે. આ બેઠકમાં સુરતમાંથી 1400, નવસારી 1300, અને વલસાડ જિલ્લામાંથી 1365 કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બુથ પ્રમુખો, બુથ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, ગત ચૂંટણીમાં હારેલા- જીતેલા ઉમેદવારો પેજ પ્રમુખો, મંડળના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેમને મુખ્યપ્રધાન ફડણવીસ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આ મહત્વની ચૂંટણીલક્ષી ક્લસ્ટર બેઠકમાં ગુજરાતમાંથી જીતુ વાઘાણી, ભીખુ +દલસાણીયા અને ભરતસિંહ પરમાર ઉપરાંત સ્થાનિક તાલુકાના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવશે.

undefined

આ સાથે જ કનુ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે કે, જે પક્ષનો ઉમેદવાર વલસાડની બેઠક જીતે તે પક્ષની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવે છે. ત્યારે આ માટે ભાજપે વલસાડ જિલ્લા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ૧૩મી ફેબ્રુઆરીએ ભાજપની બેઠક આગામી લોકસભા ચૂંટણી માટે પણ મહત્વની બની રહેશે. આ ઉપરાંત પક્ષ દ્વારા અપાયેલ ખાટલા બેઠકના આયોજનને પણ ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે અને દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ હોય આગામી લોકસભા ચૂંટણીમાં અહીંની તમામ બેઠકો પર ભાજપ વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એક તરફ ૧૪મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી પણ ધરમપુરમાં જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે, તેના એક દિવસ પહેલાં ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના મહત્વના નેતાઓ વચ્ચેની ચૂંટણીલક્ષી કાર્યકર્તાઓ સાથેની બેઠક પણ એટલી જ મહત્વની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

bjp mla

Intro:વાપી :- આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ૧૩મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ભાજપ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકરોની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઇએ આ બેઠકને લોકસભા ચૂંટણીની મહત્વની બેઠક ગણાવી હતી. અને આ પહેલા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ખાટલા બેઠકને પણ ખૂબ જ પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવી, દક્ષિણ ગુજરાતની તમામ લોકસભા સીટ પર જ્વલંત વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Body:વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ૧૩મી ફેબ્રુઆરીએ આયોજિત મહત્વની બેઠક અંગે વલસાડ ભાજપના જિલ્લા પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઇએ જણાવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અમિત શાહ દ્વારા ત્રણ કે ચાર જિલ્લાઓ વચ્ચે ક્લસ્ટર બેઠકનું આયોજન કરવું અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવવું આ આદેશના ભાગરૂપે ૧૩મી ફેબ્રુઆરીએ આ ખાસ ક્લસ્ટર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહેશે અને કાર્યકરોને સંબોધન કરી માર્ગદર્શન આપશે આ બેઠકમાં સુરતમાંથી 1400 નવસારી 1300 અને વલસાડ જિલ્લામાંથી 1365 કાર્યકરો ઉપસ્થિત રહેશે, કાર્યક્રમમાં બુથના પ્રમુખો, બુથના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, ગત ચૂંટણીમાં હારેલા- જીતેલા ઉમેદવારો પેજ પ્રમુખો, મંડળના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જેમને મુખ્યમંત્રી ફડણવીસ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો, આ મહત્વની ચૂંટણીલક્ષી ક્લસ્ટર બેઠકમાં ગુજરાતમાંથી જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા અને ભરતસિંહ પરમાર ઉપરાંત સ્થાનિક તાલુકાના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવશે.

આ સાથે જ કનુ દેસાઇ વધુમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે કે જે પક્ષનો ઉમેદવાર વલસાડની બેઠક જીતે તેની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવે છે. ત્યારે આ માટે ભાજપે વલસાડ જિલ્લા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને ૧૩મી ફેબ્રુઆરીએ ભાજપની બેઠક આગામી લોકસભા ચૂંટણી માટે પણ મહત્વની બની રહેશે. આ ઉપરાંત પક્ષ દ્વારા અપાયેલ ખાટલા બેઠકના આયોજનને પણ ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો છે અને દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ હોય આગામી લોકસભા ચૂંટણીમાં અહીંની તમામ બેઠકો પર ભાજપ વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Conclusion:ઉલ્લેખનીય છે કે, એક તરફ ૧૪મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી પણ ધરમપુરમાં જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે, તેના એક દિવસ પહેલાં ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના મહત્વના નેતાઓ વચ્ચેની ચૂંટણીલક્ષી કાર્યકર્તાઓ સાથેની બેઠક પણ એટલી જ મહત્વની હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

bite :- કનું દેસાઈ, ધારાસભ્ય, પારડી, અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.