મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રવિવારે મજૂરોનો મુસાફરી ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જેમની પાસે સંસાધનોનો અભાવ છે અને કોરોના વાઈરસ પ્રેરિત લોકડાઉન દરમિયાન તેમના રાજ્યા પરત ફરવા ઈચ્છતા મજૂરોનું ટ્રેનનું ભાડું ચૂકવાનો નિર્ણય કર્યો છે.
સરકારી હુકમમાં જણાવ્યું છે કે, પરપ્રાંતિય મજૂરોએ સ્થાનિક પોલીસ અને જિલ્લા કલેક્ટર પાસે નોંધણી કરાવી લેવાની રહેશે અને જરૂરી આરોગ્ય તપાસ કરાવવી પડશે.
આરોગ્ય તપાસ બાદ સંબંધિત જિલ્લા કલેક્ટર તેમની જરૂરી રકમ ભારતીય રેલવેને ટ્રાન્સફર કરી દેશે. આ રકમ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ટ્રાન્સફર કરવામાં આવશે.
દેશના અન્ય ભાગોમાં અટવાયેલા લોકો પણ મહારાષ્ટ્ર પરત ફરવા માંગતા લોકોએ પણ સ્થાનિક અધિકારીઓ સાથે નોંધણી કરાવવાની સમાન પ્રક્રિયાને અનુસરવાની રહેશે. તેમને ટ્રેનના ભાડા માટે મુખ્યપ્રધાન કાર્યાલય પાસેથી ભંડોળ મેળવી શકે છે.