- મહારાષ્ટ્રના શિક્ષક રણજિત સિંહ ડિસલેને મળ્યો ગ્લોબલ ટીચર એવોર્ડ
- પાઠ્યપુસ્તકોમાં ક્વિક રિસ્પોન્સ કોડ તૈયાર કરવા માટે મળ્યો એવોર્ડ
- મુખ્યપ્રધાન, રાજ્યપાલ સહિત અનેક લોકોએ શુભેચ્છા પાઠવી
મુંબઈઃ દેશના એક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકને છોકરીઓની શિક્ષાને પ્રોત્સાહન આપવા અને ભારતમાં ક્યૂઆર કોડેડ પુસ્તકોના માધ્યમથી શિક્ષામાં ક્રાંતિ લાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના શિક્ષક રણજિતસિંહ ડિસલેને ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો છે. તેમના આ પ્રયાસ માટે એક મિલિયન ડોલરનો ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મળ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પરિતેવાડી ગામના 32 વર્ષીય રણજિતસિંહ ડિસલે દુનિયાભરના 140 દેશના 12 હજાર શિક્ષકોમાંથી 10 ફાઈનલિસ્ટમાં સિલેક્ટ થયા હતા. અને આખરે આ એવોર્ડ તેમને જ મળ્યો. સાત કરોડ જીતનારા ડિસલેનું માનવું છે કે, સમાજમાં એક શિક્ષક વાસ્તવિક પરિવર્તનનો નિર્માતા છે. આ સાથે જ તેમણે ઘોષણા કરી કે, તેઓ જીતેલા આ નાણાનો 50 ટકા ભાગ બાકીના 9 ફાઈનલિસ્ટ સાથે શેર કરશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમની આ ઉપબલ્ધિ બદલ તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યપાલે પણ ટ્વિટ કરી રણજિતસિંહને શુભેચ્છા આપી
ડિસલેએ મુખ્યપ્રધાનને કહ્યું, આ પુરસ્કારનો ઉપયોગ શિક્ષક નવાચાર નિધિના માધ્યમથી શિક્ષાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ટ્વિટ કરી રણજિત સિંહને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. લંડન સ્થિત વર્કી ફાઉન્ડેશન દ્વારા સોલાપુર જિલ્લાના પરતેવાડીમાં એક શિક્ષકને એક મિલિયન ડોલરનું ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 માટે પસંદગી કરવામાં આવી હતી.