ETV Bharat / bharat

કોરોના: મહારાષ્ટ્રમાં 5,368 નવા દર્દીઓ, સક્રિય કેસ 87 હજાર 681

author img

By

Published : Jul 6, 2020, 9:19 PM IST

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 5368 નવા દર્દીઓ નોંધાયા છે અને 204 લોકોનાં કોરોના વાઈરસને કારણે મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 5368 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને 204 લોકોનાં મોત નીપજ્યાં હતાં. નવા દર્દીઓ પછી મહારાષ્ટ્રમાં નોંધાયેલા કોરોના કુલ કેસ વધીને 2 લાખ 11 હજાર 987 થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9026 લોકોનાં મોત થયા છે. જ્યારે 87 હજાર 681 લોકો સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને રોકવા માટે 10 જુલાઇથી કડક પ્રતિબંધ સાથે લોકડાઉન લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે આ તબક્કાના લોકડાઉન નવ દિવસના થશે અને કેટલાક ઉદ્યોગોની કામગીરીને પણ લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાની મંજૂરી આપવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્રના આ જિલ્લામાં કોરોના વાઇરસના વધતા જતા કેસો વચ્ચે નાગરિકોની માંગ અને વિવિધ હોદ્દેદારો સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 10 જુલાઈથી 18 જુલાઈ દરમિયાન લોકડાઉન થશે. તે સખત લોકડાઉન હશે. "

તેમણે કહ્યું કે "સામાન્ય લોકોએ લોકડાઉનની માંગ કરી હતી પરંતુ ઉદ્યોગ, ધંધા અને વહીવટના અન્ય અધિકારીઓ સાથે વાત કર્યા પછી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો." તેમણે કહ્યું. "આ સમયગાળા દરમિયાન ઉદ્યોગ બંધ રહેશે." પરંતુ વહીવટી તંત્ર લોકડાઉન દરમિયાન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને અન્ય એકમોનું કાર્ય ચાલુ રાખવા વ્યૂહરચના કરશે. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.