ETV Bharat / bharat

મહારાષ્ટ્ર MLC ચૂંટણી: નાગપુર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી, 58 વર્ષ સુધી હતો ભાજપનો કબજો - કોંગ્રેસે જીત મેળવી

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહ્યું છે. હાર સ્વીકારતા ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીનાં પરિણામ અમારી અપેક્ષા મુજબ રહ્યા નથી. અમે મહાવિકાસ અઘાડીની તાકાત ઓળખવામાં થાપ ખાઈ ગયા છીએ.

મહારાષ્ટ્ર MLC ચૂંટણી
મહારાષ્ટ્ર MLC ચૂંટણી
author img

By

Published : Dec 4, 2020, 11:01 PM IST

  • MLCની 6 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને માત્ર 1 બેઠક મળી
  • બાકીની 5 બેઠક પર મહાવિકાસ અઘાડીના ઉમેદવારોએ જીત મેળવી
  • ફડણવીસે કહ્યું- અઘાડીની તાકાત ઓળખવામાં અમારાથી ચૂક થઈ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપને 6 માંથી માત્ર 1 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે શિવસેના, NCP અને કોંગ્રેસના મહાવિકાસ આઘાડી ગઠબંધને 4 બેઠકો જીતી છે. વિતેલા એક વર્ષમાં ભાજપ માટે મહારાષ્ટ્રમાં આ બીજો મોટો આંચકો છે. ગત વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રની સત્તા પણ ભાજપના હાથમાંથી મહાવિકાસ અઘાડી ગઠબંધને આંચકી લીધી હતી. મહાવિકાસ અઘાડી ગઠબંધને પુણે, ઔરંગાબાદ અને નાગપુરની બેઠક પર જીત મેળવી છે. જ્યારે અમરાવતી બેઠક પર અપક્ષ ઉમેદવાર કિરણ સરનાઇકનો વિજય થયો છે.

ભાજપે 4 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને એક અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો. પરાજય સ્વીકારતા ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઓનાં પરિણામ અમારી અપેક્ષા મુજબ નથી. અમને વધુ બેઠકની અપેક્ષા હતી જ્યારે અમે ફક્ત 1 બેઠક જીતી શક્યા છીએ. અમે મહાવિકાસ અઘાડીની સંયુક્ત તાકાતનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ.

ભાજપનો ગઢ ગણાતી નાગપુર બેઠક ઉપર પણ પરાજય થયો

MLC ચૂંટણીમાં ભાજપનો સૌથી ખરાબ પરાજય નાગપુર બેઠક પર થયો છે. નાગપુરને ભાજપનો ગઢ માનવામાં આવે છે. મંગળવારે યોજાયેલી ચૂંટણીને ભાજપ અને મહાવિકાસ અઘાડી માટે પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માહપુર બેઠક 58 વર્ષથી ભાજપનો ગઠ રહી છે. પુણે પણ ભાજપ માટે મજબૂત બેઠક માનવામાં આવતી હતી. નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અભિજીત વંજારીએ મોટી જીત મેળવી છે.પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવાર અભિજીત વંજારી પરિવાર સાથે ગણેશ મંદિરે દર્શ કરવા પહોંચ્યા હતા.

અઘાડીની જીત અમારી એકતાનો પરિચય: પવાર

MLCની 6 માંથી 5 બેઠક ઉપર મહાવિકાસ અઘાડીના ઉમદવારની જીત અંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું કે, વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ઉમદવારની જીત એ ગઠબંધન પાર્ટીની એકતાનો પરિચય કરાવે છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં છે કુલ 78 બેઠક

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં કુલ 78 બેઠક છે. જેમાં રાજ્યપાલ ક્વોટાની 12 બેઠકો પણ સામેલ છે. જે હજી ખાલી છે. MVAએ આ બેઠકો માટે 12 ઉમેદવારોના નામની યાદી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આપી દીધી છે. ઉપલા ગૃહમાં હાલમાં ભાજપના 22 સદસ્ય છે. જ્યારે શિવસેનાના 14, NCPના 9, કોંગ્રેસના 8, RSP, PWP અને લોકભારતી પાર્ટીના એક-એક ઉમેદવાર જ્યારે 4 અપક્ષ ઉમેદવાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.