હાલમાં સ્થાનિય ઓથોરિટી ધ કામડેન કાઉંન્સિલે ચાર માળના આ સ્મારકને બંધ કરવાનું પગલું ભર્યું છે. આ ચાર માળનું સ્મારક એક રહેણાંક વિસ્તારમાં આવેલું છે. તેને બંધ કરવાની કામગીરીને ભારત સરકારે પડકાર આપ્યો છે.
આ મામલે આવતા મહિને એક સ્વતંત્ર પ્લાનિંગની બેઠક થવાની છે.
સ્મારકના પક્ષમાં આ મહારાષ્ટ્ર સરકારે શક્રવારના રોજ કાયદાના નિષ્ણાંત સ્ટીવેન ગાસ્ટોવિક તથઆ યોજના વિશેષજ્ઞ ચાર્લ્સ રોજની નિમણૂંક કરી છે. જે આ બેઠક પૂર્વે તપાસ હાથ ધરશે. આ તપાસ 24 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે આ મામલે પ્રખ્યાત સોલિસિટર ફર્મ સિંધાનિયા એન્ડ કંપનીની પણ સેવા લેવાનું વિચાર્યું છે.