મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મતદાતા રાજેશભાઈ તડવી અક્કલકુવા તાલુકાના મણીબેલી ગામમાં રહે છે. થોડા દિવસો પહેલા તેઓ ગુજરાત રાજ્યમાં તેમના વતનમાં ગયા હોવાથી તેમનું નામ ગુજરાતમાં મતદારોની સૂચિમાં પણ આવી ગયુ છે. તે છેલ્લા વીસ વર્ષથી અક્કલકુવા મતક્ષેત્રમાં રહે છે, પરંતુ હવે તે તેના પરિવાર સાથે ગુજરાત રાજ્યમાં નર્મદા નદીની બીજી બાજુ તેમના વતનમાં રહેવા ગયો છે.
અક્કલકુવા મત વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યના ક્ષેત્રની દ્રષ્ટિએ સૌથી મોટો અને સૌથી દૂરસ્થ મતદારક્ષેત્ર છે. સાતપુડાના ડુંગરમાં પથરાયેલા આ મતદારક્ષેત્રમાં નર્મદાના કાંઠે આવેલા ગામોમાં જવા માટે ચૂંટણી લક્ષી કામ કર્મચારીઓને ભારે જહેમત કરવી પડે છે. આ મત વિસ્તારના ઘણા ગામોમાં હજી પણ રોડ વીજળી જેવી પ્રાથમીક જરૂરીયાતનો પણ આભાવ જોવા મળે છે.
અક્કલકુવા વિધાનસભા મહારાષ્ટ્ર રાજ્યનો પ્રથમ મત વિસ્તાર છે. જો કે, આ એક મતદારનું નામ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને યાદીમાં છે. એક જ દેશમાં બે મતદાર કાર્ડ રાખવું એ ગુનો છે. બે ઓળખપત્ર રાખનાર સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. પરંતુ આ કિસ્સામાં રાજેશભાઈ તડવી નિર્દોશ છે. ચૂંટણી વિભાગની ભુલ સ્પષ્ટ થાય છે. ત્યારે બે ઓળખપત્ર રાખવું જો ગુનો ગણાતુ હોય તો બે ઓળખપત્ર આપવા માટે કોણ જવાબદાર? તે નક્કી થઈ શકશે? અને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી થશે કે કેમ? તે પણ એક સવાલ છે.