ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતો સંખ્યા 2334 પર પહોંચી, મૃત્યુઆંક 160 - લોકડાઉન ન્યૂૂઝ

13 એપ્રિલના રોજ 352 વ્યક્તિઓને કોરના પોઝિટિવ નીકળતા મહારાષ્ટ્રમાં કોવિડ-19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2334 થઈ ગઈ છે. એટલું જ નહીં, રાજ્યમાં મૃત્યુના 11 નવા કેસ નોંધાયા છે. ત્યારે મૃત્યુઆક 160 પહોંચ્યો છે.

Maharashtra
Maharashtra
author img

By

Published : Apr 14, 2020, 11:59 AM IST

મુંબઇ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19 કેસની સંખ્યા 2000ની સંખ્યાને વટાવી ગઈ છે, જેમાં મુંબઈના 242 સહિત 352 વધુ લોકો નોવેલ કોરોના વાઈરસ પોઝિટિવ નીકળવાથી તેમની મેડીકલ તપાસ કરવામાં આવી રહી છે.

કુલ કેસની સંખ્યા 2334 પર પહોંચી ગઈ છે, જ્યારે મોતની સંખ્યા વધીને 160 થઈ ગઈ છે. ત્યારે સોમવારે વધુ 11 લોકો સંક્રમિત હોવાના અહેવાલ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રએ 7 એપ્રિલે COVID-19 ના કેસની સંખ્યા 1000ને પહોંચી હતી. રાજ્યભરમાં ચેપમાંથી સાજા થયા બાદ અત્યાર સુધીમાં કુલ 229 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, તાજા થયેલા 11 લોકોના મોત સૌથી વધુ અસરગ્રસ્ત મુંબઈમાં થયા છે. જ્યારે પ્રત્યેક એકનું મોત મુંબઈ નજીકના મીરા-ભાયંદર અને પુણે નજીક પિંપરી ચિંચવાડમાં થયું છે.

થાણે અને પાલઘર જિલ્લામાં કોવિડ -19 ના કુલ કેસની સંખ્યા 1790 છે જેમાં 116 લોકો મૃત્યુ પામ્યા છે.

નોંધનીય છે કે, નાસિક વર્તુળના કુલ કેસમાંથી 29 કેસ માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયા છે, જ્યાં બે લોકોએ આ ચેપનો ભોગ લીધો છે.

પૂણે, પિમ્પરી ચિંચવાડ વિસ્તાર અને સાતારા અને સોલાપુર જિલ્લાઓનો સમાવેશ કરેલા પૂણે વર્તુળમાં 315 કેસ નોંધાયા છે. જ્યારે 34 લોકોના મોત થયા છે.

અધિકારીએ ઉમેર્યું કે, પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર વર્તુળમાં, કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા એક જ મૃત્યુ સાથે 38 પહોચી છે.

મરાઠાવાડા ક્ષેત્રના ઔરંગાબાદ વર્તુળમાં અત્યાર સુધીમાં 25 કેસ અને એકનું મોત નોંધાયું છે, જ્યારે લાતુરની સંખ્યા 13 કેસ છે.

પૂર્વ મહારાષ્ટ્રના અકોલા વર્તુળમાં, કુલ 40 કોવિડ -19 કેસ બે મૃત્યુ સાથે મળી આવ્યા છે, નાગપુરમાં અત્યાર સુધીમાં 40 કેસ અને એક મૃત્યુ નોંધાયા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, વાઈરસ ચેપ માટે મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોના કુલ નવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તેમજ મહારાષ્ટ્રમાં કુલ 43,199 લેબોરેટરી નમૂનાઓમાંથી 39,089 નમૂનાઓનું નકારાત્મક અને 2334 હકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ગત મહિને દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર મહારાષ્ટ્રના તબલીગી જમાતનાં 755 સભ્યોમાંથી 50 લોકોએ વિવિધ શહેરોમાંથી સકારાત્મક પરીક્ષણ કર્યું છે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, આ લોકોના છ સંપર્કોમાં પણ અહમદનગરમાં અને પિમ્પરી-ચિંચવાડમાં એકનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

"કેન્દ્રના માર્ગદર્શન મુજબ રાજ્યમાં દર્દીઓના જૂથો મળી આવ્યા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ એક્શન પ્લાન લાગુ કરવામાં આવી રહ્યો છે." તેમણે ઉમેર્યું હતું કે રાજ્યભરમાં કુલ 4223 સર્વેલન્સ સ્કવોડ તૈનાત કરવામાં આવી છે અને 15.93 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.