મદુરાઈ/તમિલનાડુ : મદુરાઈનું નામ આવતાની સાથે જ આપણને મીનાક્ષી મંદિર, થિરુમલાઈ નાયકર મહેલ, જલિકટ્ટુ અને ઈડલીની યાદ આવે છે. તો મદુરાઈનું પ્રખ્યાત પીણું જિગરઠંડાને આપણે કઈ રીતે ભૂલી શકીએ. ઘણાં લોકો ફક્ત જિગરઠંડાનો સ્વાદ માણવા મદુરાઈ આવે છે. બાળકોથી લઈને વડીલો સુધી, બધાને જિગરઠંડા પસંદ છે.
દરિયાઈ વનસ્પતિ, બદામ, રેઝિન કે જે ગુંદર જેવો ચીકણો પદાર્થ હોય છે અને નન્નારી સરબતના મિશ્રણની સાથે ચીઝ અને બાસંતી આઈસ્ક્રીમને ઉકાળેલા દૂધમાં મેળવવામાં આવે છે. જિગરઠંડા પીણું ઠંડુ અને સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં પ્રોટીન અને વિટામીન પણ હોય છે. જિગરઠંડા એ મદુરાઈની ઓળખ છે, આ પીણું મદુરાઈની મોટી અને નાની એમ બંને હોટલોમાં વેચાય છે. વિદેશી પ્રવાસીઓની સાથે સાથે ઉત્તર ભારતના પ્રવાસીઓ પણ આ પીણાંનો સ્વાદ માણવા ખાસ મદુરાઈ આવે છે. સિંગાપુરના લોકોને પણ જિગરઠંડા પીણું આકર્ષિત કરી રહ્યું છે. આ પીણાને હવે સિંગાપુર મોકલવામાં આવશે.
વેપારી અબ્દલુ રસીદે કહ્યું કે, 'જિગરઠંડા મદુરાઈનું પ્રખ્યાત પીણું છે. સિંગાપુરના લોકોને પણ આ પીણું ખૂબ જ પસંદ છે. અમે સિંગાપોર ગયાં હતાં. અમે ત્યાંના લોકોને જિગરઠંડા પીણું રજૂ કર્યું અને તેઓએ આ પીણાના ખૂબ વખાણ કર્યાં. આ બિઝનેસને અમે સિંગાપુર લઈ જઈએ છીએ. અમારા બિઝનેસને વિકસાવવા માટે આ એક સુવર્ણ તક છે'.
બીજા સ્થાનિક વેપારી મોહમ્મદ સમીરે કહ્યું કે, 'તેઓને ખુશી છે કે હવે તેઓ જિગરઠંડાને સિંગાપુર મોકલશે. અને એવી આશા છે કે આ પીણું બીજા દેશોમાં પણ વેચાય'.