ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજીકીય નાટક વચ્ચે મુખ્યપ્રધાન કમલનાથે અંતે રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સુપરત કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કમલનાથે રાજીનામાની આ જાહેરાત ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમલનાથે કહ્યું હતું કે, તે રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે.
-
#MadhyaPradesh CM Kamal Nath: The people of this country can see the truth behind the incident where MLAs are being held hostage in Bengaluru...The truth will come out. People will not forgive them. pic.twitter.com/nyxetiM4ZZ
— ANI (@ANI) March 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#MadhyaPradesh CM Kamal Nath: The people of this country can see the truth behind the incident where MLAs are being held hostage in Bengaluru...The truth will come out. People will not forgive them. pic.twitter.com/nyxetiM4ZZ
— ANI (@ANI) March 20, 2020#MadhyaPradesh CM Kamal Nath: The people of this country can see the truth behind the incident where MLAs are being held hostage in Bengaluru...The truth will come out. People will not forgive them. pic.twitter.com/nyxetiM4ZZ
— ANI (@ANI) March 20, 2020
શું કહ્યું કમલનાથે
- કમલનાથે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપે લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરી છે
- ભાજપે અમારી સરકાર સામે ષડયંત્ર બનાવ્યું હતું
- કોંગ્રેસ સરકારે પ્રદેશને ભયમુક્ત અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
- કોંગ્રેસે 15 મહિનામાં પ્રદેશને ભેળસેળ મુક્ત કર્યો
- કોંગ્રેસે 15 મહિનામાં 500 વાયદા પૂર્ણ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કમલનાથને ઝટકો આપતા સુપ્રિમ કોર્ટે આજ સાંજ સુધીમાં બહુમતી સાબિત કરવા જણાવ્યું છે. આ કેસમાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં વિધાનસભાના અધ્યક્ષ એન.પી.પ્રજાપિતને વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા અને આ સત્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આજે એટલે કે 20 માર્ચે સાંજે 5 કલાક સુધીમાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું હતું.