ETV Bharat / bharat

લોહીને ઓક્સિજન આપતું મશીન, ગંભીર રીતે બીમાર COVID-19 દર્દીઓને મદદ કરી શકે છે: WVU અધ્યયન

વેસ્ટ વર્જીનીયા યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે એક્સ્ટ્રાકોર્પોરીયલ મેમ્બ્રેન ઓક્સીનેશન મશીન Covid-19ના અતિ ગંભીર દર્દીઓને ઓક્સીજનયુક્ત રાખી શકે છે. Covid-19ના દર્દીની સારવાર દરમીયાન તેમના નિષ્ક્રીય થયેલા ફેફસા છે. જો દર્દીના ફેફસા કામ ન કરે તો લોહી દર્દીના અન્ય ભાગો સુધી પહોંચી શકતુ નથી.

લોહીને ઓક્સિજન આપતું મશીન, ગંભીર રીતે બીમાર COVID-19 દર્દીઓને મદદ કરી શકે છે: WVU અધ્યયન
author img

By

Published : May 21, 2020, 8:34 AM IST

હૈદરાબાદ: વેસ્ટ વર્જીનીયા યુનિવર્સીટી (WVU) એ હાથ ધરેલા અભ્યાસ પ્રમાણે એક્સ્ટ્રાકોર્પોરીયલ મેમ્બ્રેન ઓક્સીનેશન મશીન (ECMO)ને Covid- 19ના અત્યંત ગંભીર દર્દીઓની સારવાર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

જ્યારે Covid-19ના દર્દી અત્યંત ગંભીર રીતે બીમાર હોય છે, ત્યારે તેના ફેફસા નીષ્ક્રીય થવાના કારણે તેનો જીવ જોખમમાં મુકાય છે. જો દર્દીના ફેફસા કામ ન કરે તો લોહી દર્દીના અન્ય ભાગો સુધી પહોંચી શકતુ નથી.

પરંતુ જે દર્દીની ઉંમર વધુ છે અથવા જે દર્દીને પહેલેથી અન્ય બીમારી છે તેવા દર્દીઓ માટે ECMO ઓછુ મદદરૂપ થઈ શકે છે.

ECMO મશીન દર્દીના શરીરની બહાર લોહીનું પમ્પીંગ કરે છે અને તેને ઓક્સીજનયુક્ત કરીને તેને દર્દીના શરીરમાં પાછુ ધકેલે છે. આ રીતે ECMO મશીન દર્દીના ફેફસા અને ક્યારેક હદયને આરામ આપે છે. જેથી તેને સાજા થવાનો સમય મળી રહે.

WVU દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે સંશોધકોની ટીમે ફેફસાની નિષ્ક્રીયતા ધરાવતા Covid-19ના 32 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો કે જેમને ECMO મશીન પર રાખવામાં આવ્યા હતા.

આ અભ્યાસમાં સંશોધકોને જાણવા મળ્યુ હતુ કે, 32 પૈકીના 22 દર્દીઓ જીવીત રહ્યા હતા જેમાં 17 દર્દીઓ હજુ પણ ECMO પર છે જ્યારે માત્ર પાંચ દર્દીઓના ECMO મશીન દુર કરવામાં આવ્યા છે અને તેઓ Covid-19 સામે ટકી શક્યા છે.

આ પાંચ દર્દીઓમાં કેટલીક સરપ્રદ સામ્યતાઓ હતી. આ દરેક દર્દીને એવા ECMO મળ્યા હતા કે જે ફેફસાને મદદ કરતા હતા પરંતુ હ્રદયને મદદ કરતા ન હતા. એવા એક પણ દર્દીના ECMO દુર નથી કરવામાં આવ્યા કે જેમના ફેફસા અને હ્રદય બંન્ને માટે ECMOની મદદ લેવાઈ હોય.

આ તફાવત એટલા માટે પણ સર્જાયો હોઈ શકે છે કે જે દર્દીઓના હ્રદય અને ફેફસા બંન્નેને ECMOનો સપોર્ટ આપવામાં આવ્યો હતો તે દર્દીઓ ECMO ની મદદ લઈને સાજા થવા માટે અત્યંત બીમાર હતા અને તેમના હ્રદય કામ કરવા માટે અત્યંત નિષ્ક્રીય હતુ.

WVUના ECMO વિભાગના ડીરેક્ટર અને રીસર્ચ ટીમના સભ્ય, હર્મિયા હાયંગાના જણાવ્યા મુજબ, “આ પ્રકારના તારણોની મદદથી તબીબો દર્દીઓ અને તેમના પરીવારોને ECMOના જોખમો અને તેના ફાયદાઓ વીશે આશ્વાસન આપી શકે છે.”

આ ટીમમાં WVUના હાર્ટ એન્ડ વેસ્ક્યુલર ઇન્સ્ટીટ્યુટના એક્ઝીક્યુટીવ ચેર પર્સન વિનય બાધવારનો તેમજ સ્કુલ ઓફ મશીનના કાર્ડીયોવેસ્ક્યુલર એન્ડ થેરાસીક સર્જરીના નોન-ફેકલ્ટી કોલોબરેટર અને HVIના કન્સલ્ટન્ટ જેફરી જેકોબ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાયંગાના જણાવ્યા પ્રમાણે જે દર્દીઓના ફેફસા સુધી જ રોગ સીમીત છે તે દર્દીઓ જીવંત રહેવામાં વધુ સફળ રહ્યા છે.

જ્યારે હ્રદય અને ફેફસા કામ કરવા માટે અશક્ત બને છે, ત્યારે દર્દીના જીવંત રહેવાની આશામા ઘટાડો થાય છે અને આવા દર્દીઓને વધુ સચોટ તબીબી સારવારની જરૂર પડે છે.

સંશોધકોએ તારણ પણ આપ્યુ કે, જે દર્દીઓની ઉંમર 65 વર્ષથી ઓછી ઉમર ધરાવતા અને ડાયાબીટીસ, મેદસ્વીપણુ કે હ્રદયની બીમારી ન ધરાવતા દર્દીઓને 65 વર્ષથી વધુ વય ધરાવતા દર્દીઓ અને અન્ય બીમારી ધરાવતા દર્દીઓ કરતા વધુ સારી રીતે ECMO મદદરૂપ થઈ રહ્યુ છે.

હાયંગાએ જણાવ્યુ હતુ કે, “ECMOના ઉપયોગ પર પ્રસીદ્ધ થયેલા અમારા આ પહેલાના અભ્યાસમાં જણાવવામાં આવ્યુ હતુ કે 70 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓનુ જીવન ટકી રહેવાની શક્યતા સતત ઘટતી જાય છે.” તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે, “તેમની અન્ય બીમારી આ માટે કારણભૂત હોઈ શકે છે. હકીકતમાં એક્સ્ટ્રાકોર્પોરીયલ લાઇફ સપોર્ટ ઓર્ગેનાઇઝેશન વિશ્વભરમાં ECMO તરફ લોકોનુ ધ્યાન દોરવા માટે અલગ અલગ પ્રોગ્રામ કરે છે જેમાં 65 વર્ષની ઉંમરને સબંધિત વિરોધાભાસ માનવામાં આવે છે. તેથી જ આવા દર્દીઓમાં જોખમ કરતા મશીનના ફાયદા વધુ છે કે કેમ તેના માટે સાવચેતીભર્યા મુલ્યાંકનની જરૂર છે.”

જે પાંચ દર્દીઓના ECMO દુર કરવામાં આવ્યા તે પાંચ પૈકીના ચાર દર્દીઓ IV મારફતે સ્ટીરોઇડ લઈ રહ્યા હતા. આ તારણ આ પહેલા ચીને કરેલા સંશોધન સાથે પણ વિરોધાભાસ ધરાવે છે કે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સ્ટીરોઇડ દર્દીને ફાયદારૂપ નીવડવાને બદલે વધુ નુકસાનકારક નીવડી શકે છે.

જેકોબ્સના કહેવા પ્રમાણે, “કોઈપણ ટ્રીટમેન્ટ અન્ય ટ્રીટમેન્ટના ઓર્કેસ્ટ્રાનો માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ સમાન ભાગ છે.

Covid-19ની સારવાર દરમિયાન દર્દી જ્યારે ECMO પર હોય છે, ત્યારે ઇન્ટ્રાવેનસ સ્ટીરોઇડ, રેમીડેસીવર જેવી એન્ટીવાયરસ મેડીસીન કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન જેલી એન્ટીમેરેલીયલ મેડીસીન જેવી વિવિધ દવાઓની ભૂમિકા સ્પષ્ટ હોતી નથી. Covid-19ના ECMOની સારવાર લઈ રહેલા અને જેઓ ECMO પર સારવાર નથી લઈ રહેલા તે બંન્ને દર્દીઓ પર અલગ-અલગ દવાઓની અસરને ઓળખવા માટે હાલનો અભ્યાસ ખુબ જરૂરી છે.

ઓછી વય ધરાવતા અને વધુ સ્વસ્થ Covid-19 દર્દીઓ અને ખાસ કરીને સ્ટીરોઇડ લઈ રહેલા દર્દીઓને ECMO મદદરૂપ થાય છે. તેના પરથી એમ કહેવુ યોગ્ય નથી કે, અન્ચ દર્દીઓએ ક્યારેય ECMOનો સપોર્ટ ન લેવો જોઈએ અથવા અન્ય દર્દીઓ ECMOનો સપોર્ટ ન લઈ શકે.

હાયંગાએ જણાવ્યુ હતુ કે, WVU HIV ખાતે દરેક દર્દીને વ્યક્તિગત રીતે અને દર્દીની પરીસ્થીતિ પ્રમાણે દરેક દર્દીને અમે સારવાર આપી શક્યા તેના માટે અમે ગર્વ અનુભવીએ છીએ.

અમારી મલ્ટીડીસીપ્લીનરી ટીમ દ્વારા જે દર્દીને ECMO દ્વારા ફાયદો થઈ રહ્યો હતો. તે દર્દીઓ પર ખુબ જ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવી રહ્યુ છે તેમજ જે દર્દીને આ એડવાન્સ લાઇફ સપોર્ટની જરૂર છે તે દર્દી માટે આ સીસ્ટમના ફાયદા અને ગેરફાયદાનુ પણ અમે મુલ્યાંકન કરી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.