નવી દિલ્હી : લેફ્ટનન્ટ ગવર્નરે પણ આદેશ આપ્યો છે કે, ચેપગ્રસ્ત દર્દીઓએ કોરોના સેન્ટરમાં જઇને તપાસ કરવાની જરૂર નહીં પડે. જો તેમાં કોઈ લક્ષણ નથી, તો પછી તે ઘરે આઇસોલેશનમાં રહી શકે છે.
ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં ગુરુવારે સાંજે મળેલી બેઠકમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત અધિકારીઓએ પણ કેજરીવાલ સરકાર દ્વારા આઇસોલેશન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિનું વર્ણન કર્યું હતું. જે બાદ લેફ્ટનન્ટ ગવર્નરે પણ તે રીતને સ્વીકારી લીધા હતા અને ચેપગ્રસ્ત દર્દીઓ માટે રવિવારે જારી કરેલા આદેશને પાછો ખેંચી લીધો હતો.
લેફ્ટનન્ટ ગવર્નર સાથેની બેઠક બાદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે તેઓ પહેલેથી જ કહેતા આવ્યા છે કે કેન્દ્ર સરકારના આદેશો પર લેફ્ટનન્ટે જે આઇસોલેશનની રીત બતાવી હતી તે યોગ્ય ન હતી. કેજરીવાલ સરકારે અગાઉ ચેપગ્રસ્ત દર્દીઓના હોમ આઇસોલેશન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. તેનો જ અમલ થવો જોઈએ. તેઓ ખુશ છે કે હવે સમજૂતી થઈ છે અને હવે તે જ ફોર્મ્યુલા દિલ્હીમાં લાગુ થશે.
બુધવારે મનીષ સિસોદિયાએ કેજરીવાલ સરકારના હોમ આઇસોલેશન માટેના મોડેલને વધુ સારી રીતે વર્ણવ્યું હતું. જેમાં ચેપગ્રસ્ત દર્દીઓને હળવા લક્ષણો અને લક્ષણો વગરના લોકોને ઘરે સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સૂચના પર, લેફ્ટનન્ટ ગવર્નરે તે રીતને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો.