કોટા જેકેલોન હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હોસ્પિટલ પહોંચી નિરીક્ષણ કર્યુ. તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલમાં જે પણ જરૂરત હશે તે અંગે લખીને આપીશ. બાદમાં તેની પર તાત્કાલિક અમલ કરી દેવાશે. બાળકોના મોતને દુઃખદ ગણાવતા તેમણે કહ્યું કે સંશાધનોની ઉણપ અને ડૉક્ટરોની લાપરવાહીના કારણે બાળકોના મોત ન થવા જોઈએ.
સંશાધનોની ખોટ દૂર કરવા અને ઓક્સિજનન સપ્લાયનું કામ જનસહયોગની જરૂરત છે. એક બેડ પર ત્રણ-ત્રણ બાળકોને રાખવા તે યોગ્ય નથી, તેથી તે દિશામાં પણ કામગીરી કરાશે.