ચૂંટણીપંચની પ્રેસ કોંફરન્સમાં આજે લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 2019ની 17મી લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદારો મતદાન કરશે. આ વખતે 83.3 લાખ મતદારનો વધારો થયો છે. અહીં મહત્વનું છે કે આ વર્ષે 99 ટકા મતદારો પાસે ઓળખપત્ર છે. આ ઉપરાંત ચૂંટણીમાં નોટાનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ સાથે જ અત્યારથી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. દેશમાં 10 લાખ મતદાન કેન્દ્રો પર મતદાન થશે. રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર રોક લગાવવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત CRPFના જવાનો તૈનાત કરાશે અને મતદાન કેન્દ્રો પર CCTV લગાવવામાં આવશે.
7 તબક્કામાં મતદાન થશે અને 23 મે એ મતગણરી
- પ્રથમ તબક્કો 11 એપ્રિલ
- બીજો તબક્કો 18 અપ્રિલ
- ત્રીજો તબક્કો 23 એપ્રિલ
- ચોથો તબક્કો 29 એપ્રિલ
- પાંચમો તબક્કો 6 મે
- છ્ઠ્ઠો તબક્કો 12 મે
- સાતમો તબક્કો 19 મે
- ગુજરાતમાં ત્રીજા તબક્કામાં થશે મતદાન
- ગુજરાતમાં 23 એપ્રિલે થશે મતદાન,
- 26 બેઠકો માટે થશે મતદાન
- ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન
- ગુજરાત સાથે આસામ-4, બિહાર-5. ગોવા-2, જમ્મુ-કાશ્મીર-1,
- કર્ણાટક-14, કેરળ-20, મહારાષ્ટ્ર-14 ઓડિશા-6,
- UP-10, બંગાળ-5, દાદરા-1, દમણ-1
જમ્મુ-કાશ્મીરમાં હમણાં નહીં થાય વિધાનસભાની ચૂંટણી
જમ્મુ-કાશ્મીર સિવાય અરૂણાચલ, સિક્કીમમાં વિધાનસભા-લોકસભા એકસાથે
આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા-લોકસભા એકસાથે
4 રાજ્યોમાં લોકસભાની સાથે થશે વિધાનસભાની ચૂંટણી