નવી દિલ્હી: જ્યાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. ત્યાં બીજી તરફ તીડે પણ આતંક મચાવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં આતંક મચાવી હવે તીડના ટોળાએ રાજધાની દિલ્હીમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાનથી આવી ભારતમાં આતંક મચાવનારા તીડના ટોળાઓએ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર પર કહેર વર્તાવ્યો છે. કેટલાંય રાજ્યોમાં ખેડૂતેના પાકોને નુક્સાન પહોંચાડ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધારી છે. આપને જણાવી દઈએ કે, તીડના ઝૂંડે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર અને ખેડૂતોના નાકમાં દમ કરી દીધો છે. આ તીડની શરૂઆત રાજસ્થાનથી થઇ હતી. જે ધીરે ધીરે અલગ અલગ રાજ્યોમાંથી થઇને હવે દિલ્હી અને હરિયાણા સુધી પહોંચી ગયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં તીડના ટોળાની એન્ટ્રી
પાકિસ્તાનથી ભારતમાં આવીને આતંક મચાવનારા તીડના ટોળાએ રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પર કહેર વર્તાવી હવે હરિયાણાથી થઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશ કર્યો છે.