ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ 24 માર્ચની રાત્રિએ દેશને સંબોધન કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની લડાઇ લાંબી ચાલવાની છે. જેથી હવે દેશને 21 દિવસ લોકડાઉન કરવાનો સમય આવ્યો છે. ત્યારબાદ PM મોદીએ લોકોને થાળી, ઘંટડી તાળી વગેરે વગાડવાનું આહ્વાન કર્યું હતું અને ત્યાાબાદ 9 તારીખે 9 વાગ્યે નવ મીનિટ સુધી દીપક, મીણબત્તી વગેરે સળગાવવાનું આહ્વાન કર્યું હતું. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત દેશને સંબોધન કર્યું અને 3 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.
રાજ્ય સરકારોની પ્રશંસા
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દરેક રાજ્યની સરકારે લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરાવવા ખૂબ મહેનત કરી છે. વડાપ્રધાને રાજ્ય સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે, દરેક રાજ્યની સરકારે 24 કલાક કામગીરી કરી છે. જે પ્રશંસાને પાત્ર છે.
3 મે સુધી લોકડાઉન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન તમામ રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના રાજ્યમાંથી લોકડાઉનમાં વધારો કરવાનું સૂચન મળ્યું હતું. જેથી લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેથી લોકો જ્યાં છે, જ્યાં સુક્ષિત રહે અને લોકડાઉનનું પાલન કરે
લોકડાઉન લોકોના જીવથી ઓછું મોંઘુ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો માત્ર આર્થિક રીતે જોવામાં આવે તો, લોકડાઉન મોંઘુ લાગી રહ્યું છે, પરંતુ દેશવાસિઓની જીંદગી આગળ આની સરખામણી ન થઇ શકે, સીમિત સંશાધનો વચ્ચે, ભારત જે માર્ગે ચાલી રહ્યું છે, તે માર્ગની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આ તમામ પ્રયાસો વચ્ચે, જે પ્રકારે ફેલાઈ રહ્યો છે, તેનાથી સમગ્ર વિશ્વના આરોગ્ય એક્સપર્ટ અને સરકારો વધુ સતર્ક બની છે.
20 એપ્રિલ બાદ મળશે છુટ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા એક અઠવાડિયામાં કોરોના વિરુદ્ધ લડાઈમાં કઠોરકતા વધુ વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્યને નજીકથી જોવામાં આવશે. લોકડાઉનનું કેટલું પાલન થઇ રહ્યું છે. તે જોવામાં આવશે. જે પાલન કરાવવામાં સફળ રહેશે, ત્યાં 20 એપ્રિલ બાગ આંશીક છુટછાટ આપવામાં આવશે, પરંતુ એમાં પણ શરત રાખવામાં આવશે.
દેશના યુવા વૈજ્ઞાનિકોને હાંકલ
વડાપ્રધાન મોદીએ દેશના યુવા વૈજ્ઞાનિકોને હાંકલ કરી છે. PM મોદીએ કહ્યું કે, દેશના યુવા વૈજ્ઞાનિકો આ મહામારીમાં આગળ આવે અને કોરોનાની રસી શોધે.
વડાપ્રધાન મોદીએ 7 બાબતોનો સહકાર માંગ્યો
- પોતાના ઘરના વૃદ્ધોની ખાસ કાળજી રાખો, તેમને કોરોનાથી દૂર રાખો
- લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્ડિંગનું પાલન કરો, ઘરમાં બનેલા માસ્કમનો ઉપયોગ કરો
- રોગપ્રતિકારત શક્તિ વધારવા આયુષ મંત્રાયલના નિર્દેશનું પાલન કરો
- કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
- જેટલી થઇ શકે એટલી ગરીબ પરિવારની કાળજી રાખો, તેમને ભોજન આપો
- તમારા વ્યવસાય અને ઉદ્યોગમાં સાથે કામ કરનારા લોકો સાથે સંવેદના રાખો, તેમને નોકરીમાંથી ન કાઢો
- દેશના કોરોના યોદ્ધા ડૉક્ટર, પોલીસ સફાઈ કર્મચારી વગેરે લોકોનું સમ્માન કરો