મુંબઈ: કોરોના સંકટ વચ્ચે દેશભરમાં અનલૉક 2.0 લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ઉદ્ધવ ઠાકરે સરકારે કેટલાક વિસ્તારોમાં 12 જુલાઈ સુધી લૉકડાઉન લંબાવ્યું છે.
મુંબઈના થાણે અને કલ્યાણમાં સંક્રમણના વધુ કેસ છે, ત્યારે 12 જુલાઈ સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન આવ્શ્યક સેવાઓને છોડી બધી દુકાનો બંધ રહેશે.
તમને જણાવી દઈએ કે, હાલ ટેક્સી સેવા પણ બંધ કરવામાં આવી છે. શાકભાજી માર્કેટ સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સિવાય રેડ ઝોન વિસ્તારમાં માર્કેટ, અંબરનાથ, નાસિકમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યુ છે.