નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે દેશના મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની હાલત કફોડી બની છે. દેશના અભૂતપૂર્વ બંધને પગલે 60.9 ટકા ભારતીયોએ દલીલ કરી હતી કે, તેઓ ઉંચા ભાવે જરૂરી ચીજો મેળવી રહ્યા છે. એક સર્વે દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.
આઇએએનએસ સી-વોટર ગેલઅપ ઇન્ટરનેશનલ એસોસિએશન કોરોના ટ્રેકર દ્વારા 26 માર્ચ અને 27 માર્ચે દેશભરમાં કરવામાં આવેલા સર્વેમાં આ સ્પષ્ટ પરિણામ બહાર આવ્યું છે.
આ પ્રશ્નોતરીના એક પ્રશ્નમાં પુછવામાં આવ્યું હતું કે, શું તમને હવે વધુ કિંમતે આવશ્યક વસ્તુઓ મળી રહી છે? જેના જવા 60.9 ટકા લોકો સહમત થયા હતા, તો 28.7 ટકા લોકોએ તેનાથી અસહમત થયા હતા અને બાકીના લોકોએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
25 માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ અઠવાડિયા માટે લૉકડાઉન લાગુ કર્યા બાદ થોડા જ કલાકોમાં કરિયાણાની ચીજો અને દવાઓની અછત સુપર માર્કેટ્સમાં ઉભી થઈ હતી.
આવા ભયના માહોલ વચ્ચે આ નિર્ણયથી લોકોએ સંગ્રહખોરી શરૂ કરી હતી.
મહત્વનું છે કે, સોમવારે નોવેલ કોરોના વાઇરસથી ભારતનો મૃત્યુઆંક વધીને 29 થયો છે, જેની કુલ સંખ્યા 1,074 છે.