નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે વીડિયો કોન્ફન્સિંગના માધ્યમથી રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર આ બેઠક બપોરે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી, જમાં દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે.
આ બેઠક દરમિયાન લોકડાઉનને પૂર્ણ કરવાની રણનીતિઓ પર ચર્ચા થઈ શકે છે. લોકડાઉનનું આ ત્રીજો તબક્કો છે, જે 17 મે ના રોજ પૂર્ણ થશે. આ અગાઉ પણ વડાપ્રધાન રાજ્યોના મુખ્યપ્રધાન સાથે લોકડાઉન અને દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી ચૂક્યાં છે. આ પહેલા PM મોદીએ 27 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે બેઠક કરી હતી.
હાલ ભારતમાં કોરોના વાઈસ સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 62 હજારને પાર પહોંચી છે. તેમજ કોરોનાને કારણે 2109 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત 4147 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 19,357 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.