મુંબઈઃ રાજ્યમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન એક મહિના સુધી વધારવાનો નિર્ણય લીધો છે. હવે 31 જુલાઇ સુધી રાજ્યમાં લોકડાઉન ચાલુ રહેશે. જો કે, 31 જુલાઇ સુધી વધેલા લોકડાઉન પહેલા કરતા થોડું વધુ હળવું છે. સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકડાઉન વધારવાનો હુકમ રાજ્યના મુખ્ય સચિવ અજોય મહેતા વતી જારી કરવામાં આવ્યો છે.
આ નિયમોનું પાલન કરવું પડશે
- 31 જુલાઇ સુધી લૉકડાઉન વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, તમામ જાહેર સ્થળો, કાર્ય સ્થળો અને જાહેર પરિવહનમાં ફેસ માસ્ક લગાવવું જરૂરી છે.
- આ સિવાય, લોકોએ એકબીજાથી ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર જાળવવું પડશે. દુકાનદારોએ નક્કી કરવું પડશે કે તેમની દુકાનમાં એક સમયે 5થી વધુ ગ્રાહકો નહીં આવે. જાહેર સભાઓ પર પ્રતિબંધ રહેશે.
- લગ્ન સમારોહમાં 50થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ મૃત્યુ પામે છે, તો 50થી વધુ લોકોને તેના અંતિમ સંસ્કાર માટે એકત્રિત કરી શકાશે નહીં.
- જાહેર સ્થળોએ થૂંકવા બદલ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર સ્થળોએ દારૂ પીવા, પાન કે તમાકુના સેવન ઉપર પણ પ્રતિબંધ છે.
- ઑફિસમાં, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તમારે ઘરેથી કામ કરવાનું રહેશે. અને જો કોઈ ટીમ ઑફિસ આવે છે, તો બીજી ટીમના અન્ય સભ્યો સાથે મળવાની મનાઈ છે.
- ઑફિસમાં દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રિનિંગ, હેન્ડ વૉશ અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.
- સમયાંતરે આખી ઓફિસની સફાઇ જરૂરી છે. કાર્યરત વ્યક્તિઓ માટે સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.
- મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પહેલાની જેમ ખુલી રહેશે. બિન જરુરી માલ વેચવાની દુકાનો માટે જે નિયમ લાગુ છે તે રહેશે.
- ઇ-કૉમર્સ બિઝનેસ પહેલાની જેમ ચાલુ રહેશે. તમામ ઔદ્યોગિક એકમો કે જેને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે તે ચાલુ રહેશે.