નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવાની મંજૂરી આપવા અંગે સ્પષ્ટતા કરતા જાહેરાત કરી કે, નવી માર્ગદર્શિકા મુજબ ગ્રામિણ વિસ્તારોમાં, શોપિંગ મોલ્સ સિવાયની તમામ દુકાનો ખોલવાની મંજૂરી છે. શહેરી વિસ્તારોમાં, રહેણાંક સંકુલોમાં બધી એકલ દુકાન, પાડોશની દુકાનોને પણ ખોલવાની મંજૂરી છે.
આ ઉપરાંત બજાર, માર્કેટ કોમ્પલેક્સ અને શોપિંગ મોલ્સમાં દુકાનો ખોલવાની મંજૂરી નથી. અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા વેચાણ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ માટે જ પરવાનગી આપવામાં આવશે. MHA માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, દારુ અને અન્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરજિયાત છે.