ETV Bharat / bharat

કોરોના દર્દીઓના મૃતદેહ મામલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસે રિપોર્ટ માગ્યો - LNJP

કોવિડ-19 દર્દીઓના મૃતદેહના રિપોર્ટ પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાઓ પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ સંગીતા ધિંગરા સહગલની ખંડપીઠે 2 જૂન સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

LNJP hospital summoned response from Delhi government on the pile of dead bodies
કોરોના દર્દીઓના મૃતદેહ મામલે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો
author img

By

Published : May 29, 2020, 4:38 PM IST

નવી દિલ્હીઃ કોવિડ-19 દર્દીઓના મૃતદેહના રિપોર્ટ પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાઓ પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ સંગીતા ધિંગરા સહગલની ખંડપીઠે 2 જૂન સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર વતી એડવોકેટ સંજય ઘોષે કહ્યું કે, આ સ્થિતિ કેટલાક કારણોસર બની છે. નિગોમબોધ ઘાટની ભઠ્ઠીમાં ખલેલ હોવાને કારણે કોરોના દર્દીઓની લાશનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યું નથી. સ્મશાન ગૃહોમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. એલ.એન.જે.પી. હોસ્પિટલને મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પંચકુઇઆ અને પંજાબી બાગના સ્મશાન સ્થળોએ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક અને સીએનજી ભઠ્ઠીઓ ઉપરાંત લાકડા દ્વારા પણ કોરોના દર્દીઓને લાશને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કોર્ટે કહ્યું હતું કે, 28 મેના મોટાભાગના સમાચાર પત્રોમાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં (LNJP) કોરોના દર્દીઓની શબ અંગેના અહેવાલો પ્રકાશિત થયા હતા. સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 108 મૃતદેહો પડેલા છે. 80 મૃતદેહોને રેકમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 28 મૃતદેહોને એક ઉપર એક રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સારવાર માટે લોકનાયક હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.