નવી દિલ્હી: કોરોનાના રોગચાળા અને ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશમાં કોવિડ-19 ફાટી નીકળવાની વચ્ચે રાષ્ટ્રને વડાપ્રધાનનું આ છઠ્ઠું સંબોધન છે. તેમનું સંબોધન એવા સમયે આવ્યું છે જ્યારે 15 જૂને પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં 20 ભારતીય લશ્કરી જવાનોની શહીદી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
વડાપ્રધાનનું આ સંબોધન એવા સમયે પણ થઈ રહ્યું છે જ્યારે દેશ કોવિડ -19 રોગચાળાના વધતા જતા કેસો વચ્ચે લોકડાઉનમાં 'અનલોક -2' દાખલ થવા જઈ રહ્યું છે, જેના માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે રાત્રે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.
વડાપ્રધાને તેમના સંબોધનમાં શું કહ્યું તે વાંચો-
- આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હવે દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવી , એટલે કે નવેમ્બરના અંત સુધી લંબાવી છે.
- આપણે ત્યાં વર્ષા ઋપતુ પછી અને તેના પછી મુખ્યત્વે કૃષિ ક્ષેત્રમાં, વધુ કામ હોય છે. અન્ય ક્ષેત્રોમાં થોડી સુસ્તી હોય છે. ધીરે ધીરે જુલાઇથી તહેવારોનું વાતાવરણ શરુ થાય છે. તહેવારોનો આ સમય જરૂરિયાતો અને ખર્ચમાં પણ વધારો કરે છે.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબો માટે 1.75 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં 31 હજાર કરોડ રૂપિયા 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા જમા કરાવ્યા હતા. નવ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
- દેશ હોય કે વ્યક્તિ, સમયસર નિર્ણયો લઈને, સંવેદનશીલતા સાથે નિર્ણયો લઈને, કોઈપણ કટોકટી સામે લડવાની શક્તિમાં વધારો કરે છે. તેથી, લોકડાઉન થતાની સાથે જ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાવી હતી.
- લોકડાઉન દરમિયાન, દેશની પહેલી પ્રાધાન્યતા છે કે એવી સ્થિતિ ન બને કે કોઈ ગરીબ વ્યક્તિના ઘરમાં ચૂલો ન જલે. તે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, નાગરિક સમાજનાં લોકો હોય, દરેક વ્યક્તિએ તમામ પ્રયત્નો કર્યા છે કે આપણા કોઈ ગરીબ ભાઈ-બહેનોને આટલા મોટા દેશમાં ભૂખ્યો ન સૂવે.
- પહેલાં, આપણે માસ્કને લઇને, 2 ગજની દુરીને લઉને, 20 સેકંડ સુધી દિવસમાં ઘણી વખત હાથ ધોવાને લિને સાવચેત હતા. હવે સરકારોને, સ્થાનિક નિકાયની સંસ્થાઓ, દેશના નાગરિકોએ ફરીથી સમાન તકેદારી બતાવવાની જરૂર છે.
- આપણે કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડતા અનલોક -2 માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એ ઋતુમાં પણ પ્રવેશકરી રહ્યા છે જ્યારે શરદી, તાવ જેવી બીમારી થાય. હું મારા બધા દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાનું ધ્યાન રાખે.