CAAની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનના કારણે દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાંદની ચોક, વિશ્વ વિદ્યાલય, જામિયા ઇસ્લામિયા, જસોલા વિહાર, શાહિન બાગ અને મુનરિકાના મેટ્રો પ્રવેશને બંધ કરવામાં આવ્યાં છે.
લેફ્ટના વિરોધ પ્રદર્શનને લઇને લાલા કિલ્લાના આસપાસના વિસ્તારોમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.
બંધને લઇને કર્ણાટકમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. બેંગલૂરુમાં શહરી ગ્રામિણ વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. લેફ્ટે બુધાવરે સંયુક્ત નિવેદન આપી માકપા, ભાકપા, ભાકપા માલે, ફોરવર્ડ બ્લોર્ક અને રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી સહિત અન્ય લેફ્ટ સંગઠનોની બધા પ્રદેશ અને દેશના બધા જિલ્લાના મુખ્યાલયો પર ગુરૂવારે વિરોધ પ્રદર્શન કરશે.
લેફ્ટના નિવેદન પ્રમાણે દેશની રાજધાનીમાં વિશાળ ધરણા પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યા છે. બધી લેફ્ટ પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓએ આગેવાનીમાં મંડી હાઉસથી શહીદી પાર્ક સુધી શાંતિ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.