પણજીઃ ગોવા કોંગ્રેસે પ્રદેશ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે કે, પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે કરેલા વચનોથી હાલની રાજય સરકાર ભાગી રહી છે. ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરિશ ચોડાંકરે પ્રમોદ સાવંતની સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ રાજ્યના સીમાકરણ અને મત વિસ્તારોના અનામત માટે રાજ્ય ચૂંટણી પંચને હવાલો આપવા માટેના કાયદામાં સુધારો કરવાના વચનથી ભાગી રહ્યું છે.
ગિરિશ ચોડાંકરે કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે વિધાનસભામાં કાનૂનમાં સુધારણાં કરવાનું વચન આપ્યું હતું. ભારતના બંધારણ અને ગોવા સરકારના સંબંધિત નિયમો દ્વારા પૂરી પાડવામાં આવેલી રોટેશન સિસ્ટમને બદલે મતદાર ક્ષેત્રોને અનામત બનાવવા માટે ભાજપ સરકાર માત્રા ફાયદાકારક મતદારક્ષેત્રોની પસંદગી અને અનામત કરી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપે 50માંથી 30 સીટો આરક્ષિત કરી વ્યવસ્થાનો દુરપયોગ કર્યો છે. સામાન્ય શ્રેણી માટે માત્ર 20 સીટો જ રાખવામાં આવી છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે, 'અનામત સૂચના હેરફેર' અંગે ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. આ માટે સ્પેશિયલ જીપીસીસી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક પણ બોલાવવામાં આવશે.