ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ કહ્યું કે, સંવિધાનના આદર્શો પ્રતિ નિષ્ઠા રાખવી તે જ બાબ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે. નાયડૂએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણા સંવિધાનના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને સાદર પ્રણાણ કરૂં છું. આપણું સંવિધાન ડૉ. આંબેડકરની બૌદ્ધિક અને દાર્શનિક વિરાસત છે. આપણું કર્તવ્ય છે કે, આપણે સંવૈધાનિક આદર્શો પ્રતિ નિષ્ઠાવાન રહીએ.
નાયડૂએ કહ્યું કે, 'તેમનો વિશ્વાસ હતો કે, લોકતાંત્રિક પ્રશાસન એક એવી વ્યવસ્થા પ્રદાન કરે છે કે જેમાં કોઇ હિંસા વગર અને રક્તપાત વગર સામાજિક જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય છે. લોકસાંત્રિક વ્યવસ્થાના આદર્શો તેમજ ઉદ્દેશોને પૂરા કરવા વર્તમાન અને ભાવિ પેઢીનું કર્તવ્ય છે.'
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને બાબા સાહેબ આંબેડકરને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે લખ્યું કે, ભારત રત્ન બાબાસાહેબ આંબેડકર એક મહાન ચિંતક અને સમાજ સુધારક હતા જેમનો દેશને નવી દિશા આપવામાં અમુલ્ય ફાળો રહ્યો છે. તેમણે આપણને એક પ્રગતિશીલ સંવિધાન આપ્યું છે જે ન માત્ર તમામ દેશવાસીઓને જોડીને રાખે છે પરંતું જેનો દરેક વર્ગ પોતાના જીવનમાં ઉતારીને દેશને પ્રગતિ આપવામાં ભાગીદાર બની શકે છે.
ગૃહ પ્રધાને વધુમાં લખ્યું કે, 'બાબા સાહેબનું સમગ્ર જીવન દેશના ગરીબો અને શોષિત વર્ગના કલ્યાણ માટે સમર્પિત રહ્યું હતું. છેલ્લા 5 વર્ષોમાં મોદીજીએ બાબા સાહેબના સિદ્ધાંતોને ચરિતાર્થ કરતા દેશના ગરીબોના સપના પુરા કરીને તેમને નવા ભારતની યાત્રામાં સહભાગી બનાવ્યા છે. આજે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને નમન.'
ઉલ્લેખનીય છે કે, બાબા સાહેબ આંબેડકરનું નિધન 6 ડિસેમ્બર, 1956માં થયું હતું. તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે.