ઉત્તર મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી અમિત માલવીયાએ જણાવ્યું કે, આજે સવારે લગભગ 7 વાગ્યે લખનઉથી કાનપુર આવી રહેલી એક લોકલ મેમૂ ટ્રેન જેવી જ કાનપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર પહોચી તેની સાથે તેના 4 ડબ્બા પાટાની પટરી પરથી નીચે ઉતરી ગયા હતા, મહત્વનું છે કે ટ્રેનની સ્પીડ બહુ ધીમી હોવાથી કોઇ નુકશાન થયું નથી.
હાલ 3 નંબરના પ્લેટફોર્મની રેલવે સેવાને અસર પડી છે. આ દુર્ધટનાને પગલે સેવાને રોકવામાં આવી છે. અધિકારીઓને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને માહિતી મુજબ હાલમાં પાટા દૂર કરવાનું કામ ચાલી રહ્યુ છે, ટ્રેનના મુસાફરો સુરક્ષીત રીતે નીચે ઉતરી ગયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.