ચમોલીઃ કોરોના સંક્રમણને લઇને દેશમાં અનલૉક 4 ચાલી રહ્યુ છે. પરંતુ ચમોલી જિલ્લાનું માણા ગામ છે, જ્યાં આજે પણ લોકડાઉન છે. દરરોજની જરૂરિયાત માટે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. માણા ગામમાં લોકોની સહમતીથી માર્ચ મહિનાથી જ બહારના લોકોનું અવન જાવન બંધ કરવામાં આવ્યું હતુ. આ ગામમાં આજે પણ કોરોનાનો એક પણ કેસ નથી. તેનુ કારણ એ જ છે કે, ગામમાં રહેતા 150 પરિવારોમાંથી એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી. પરંતુ ગામ લોકોનુ કહેવું છે કે, હાલમાં બદ્રીનાથ ધામની મર્યાદિત લોકોની યાત્રાને કારણે સ્થાનિક લોકોને નાંણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
માણા ગામ બદ્રીનાથ ધામથી 3 કિલોમીટર દૂર આવેલુ છે. આ ગામમાં વધારે ભોટિયા જનજાતિના લોકો રહે છે. શિયાળામાં લોકો ગોપેશ્વર નગર નજીક ઘિંઘરાણમાં વસે છે અને ઉનાળામાં તે લોકો તોમના પૂર્વજના ગામ માણા પરત ફરે છે. કોરોનાને લઇનેે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ અનલૉક થયુ હતુ, ત્યારે માણા ગામમાં લોકોએ લોકડાઉન જ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે દેશ, રાજ્યમાં અને ચમોલી જિલ્લામાં કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે ત્યારે માણા ગામ પૂરી રીતે સુરક્ષિત છે. અહી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.
માણા ગામના પ્રધાન પિતાંમ્બર મોલ્ફાનુ કહ્યુ હતુ કે, માણા ગામમાં આજે પણ લોકડાઉન છે. બહારના કોઇ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી આજ કારણે આજે આ ગામમાંં કોરોનાનો એક પણ કેસ નથી. આ ગામના લોકો દ્વારા શાકભાજીનું ઉત્પદન કરવામાં આવે છે. જેથી બદ્રીનાથની યાત્રાએ આવતા લોકો અહીથી જ શાકભાજીની ખરદી કરતા હતા પરંતુ કરોનાના કરણે બદ્રીનાથ ધામની મર્યાદિત લોકોની યાત્રાને કારણે સ્થાનિક લોકોને નાંણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારત-ચીન સરહદ વિસ્તારમાં સૈન્યની હલન ચલન માટે ગામલોકોએ ગામની નજીકનો બાયપાસ માર્ગ બનાવ્યો હતો. જેથી ગામડાઓ સુરક્ષિત રહે અને સેનાના જવાનો પણ સરહદ વિસ્તારમાં પહોંચી શકે. ગામના વડા પિતાંમ્બર મોલ્ફા કહે છે કે, ઘણી વખત સનિકોને બાસુધરા અને અન્ય સ્થળોએ જવાનુ થતુ હોય છે. ત્યારે તેમના હલન ચલન માટે ગામના નીચલા ભાગમાં એક અલગ માર્ગ બનાવવામાં આવ્યો છે.